પ્રેગ્નન્ટ ભારતીસિંહે તેની ડિલિવરી ડેટ પરના સવાલનો આપ્યો આવો જવાબ, જાણો ફોટોગ્રાફરને આ શું કહી દીધું, જુઓ વીડિયો

પ્રેગ્નન્ટ ભારતીસિંહે તેની ડિલિવરી ડેટ પરના સવાલનો આપ્યો આવો જવાબ, જાણો ફોટોગ્રાફરને આ શું કહી દીધું, જુઓ વીડિયો
Bharti singh and Haarsh limbachiyaa

ભારતી સિંહ પાપારાઝી સાથે તેની પ્રેગ્નન્સી વિશે વાત કરે છે અને તેમને પૂછે છે કે તેઓ છોકરો ઈચ્છે છે કે છોકરી? જુઓ  વીડિયો

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Dec 31, 2021 | 12:13 AM

ભારતીસિંહ, જે તેના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે તેના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યા છે, તેણે ગુરુવારે પાપારાઝી (ફોટોગ્રાફર) સાથે વાત કરી. ભારતી સિંહે તેની ડિલિવરી વિશેના પ્રશ્નનો મજાકમાં જવાબ આપ્યો હતો. એક ફોટોગ્રાફરે તેને પ્રશ્ન પૂછ્યો કે ‘ખુશખબારી ક્યારે મળશે? કેટલા મહિના બાદ? અને ભારતી સિંહે ચતુરાઈથી તેનો જવાબ આપ્યો કે “અરે વાહ! દાઈ માં તો અહી જ છે! “વધુમાં તે ઉમેરે છે બસ એપ્રિલમાં ખુશખબર તમને મળી જશે બસ તમે પહોંચી જજો’

તેને તેના બાળકના મામા કહીને, ભારતી પાપારાઝીને તેના બાળકનું સ્વાગત કરવા તૈયાર રહેવા કહે છે. તેણે તેમને પૂછ્યું કે શું તેઓ ઈચ્છે છે કે તેને છોકરો હોય કે છોકરી. જ્યારે મોટાભાગના લોકોએ પુત્રી માટે કહ્યું હતું, જ્યારે એકે કહ્યું હતું કે તેને બંને (જુડવા) જોઈએ છે.

આ વાત પર ભારતી કહે છે કે ‘ના એક જ છે. શું હું આ જ કામ કરતી રહું કે શું? હું બસ એ જ પ્રાર્થના કરું છું કે જે પણ હોય બસ તંદુરસ્ત હોય.

ભારતી અને હર્ષે જાહેરાત કરી કે તેઓ તેમની યુટ્યુબ ચેનલ LOL Life of Limbachiyaas પર એક રમુજી વીડિયો પોસ્ટ કરીને માતા-પિતા બનવાની વાત કહી હતી. ક્લિપમાં જ્યારે તે સૂઈ રહ્યો હતો, તેને વિચાર્યું કે હું તેને કેવી રીતે કહું કે હું પ્રેગ્નન્ટ છું અને કેવી રીતે કહું કે આ તેના બાળક નથી” તેણે મજાકમાં કહ્યું, “આ અમારું બાળક છે. (અમારા બંનેનું બાળક છે)”

આ પણ વાંચો: જાણીતી એક્ટ્રેસ મુમતાઝે ભણસાલીની વેબ સિરીઝની ઓફરને નકારી, આપ્યો આ જવાબ

આ પણ વાંચો: શું ખરેખર લાઇગર છે ઇન્ડસ્ટ્રીની આગામી મોટી એક્શન ફિલ્મ ? વિજય સાથે ચમકશે માઇક ટાયસન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati