Super Dancer Chapter 4 : વીકેન્ડ એપિસોડમાં જોવા મળશે હેમા માલિની, કહ્યુ “બાળકોનો ડાન્સ જોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે”
ડ્રીમ ગર્લ હેમા માલિની આ અઠવાડિયે ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 માં જોવા મળશે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી હતી.
Super Dancer Chapter 4: ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 તેના આખરી પડાવ પર પહોંચી રહ્યો છે. દર અઠવાડિયે સ્પર્ધકો શો પર પોતાનું સ્થાન બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. જેથી તે ગ્રાન્ડ ફિનાલેમાં (Grand Finale) પોતાનું સ્થાન બનાવી શકે. દર અઠવાડિયે ખાસ મહેમાનો શોમાં આવે છે, ત્યારે આ વખતે હેમા માલિની વીકેન્ડ એપિસોડમાં જોવા મળશે.
વીકેન્ડ એપિસોડમાં જોવા મળશે હેમા માલિની
હેમા માલિની આ નાના બાળકોનો ડાન્સ જોઈને આશ્વર્ય અનુભવતી જોવા મળશે અને બાળકોને ઘણું પ્રોત્સાહન પણ આપશે. શોમાં, તે પોતે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એક પરફોર્મન્સ (Performance) આપતી જોવા મળશે. હેમા માલિનીએ બાળકોના વખાણ કરતા એક ટ્વીટ કર્યું છે.
So proud to be associated with the lovely talented young kids of the prog Super Dancer ths weekend.I accepted to be here as I am quite blown away by the wonderful display of amazing talent of these exceptional kids, some as young as 6 yrs!👌Pls take time to watch on Sony tom &Sun
— Hema Malini (@dreamgirlhema) September 24, 2021
સ્પર્ધકોની કરી પ્રશંસા
હેમા માલિનીએ ટ્વીટ કર્યુ છે, જેમાં તે બાળકોની પ્રશંસા કરતી જોવા મળી રહી છે. હેમા માલિનીએ ટ્વિટ (Tweet) કરીને લખ્યુ કે, આ સુપર ડાન્સર શોના વીકેન્ડ એપિસોડમાં સુંદર પ્રતિભાશાળી નાના બાળકો સાથે જોડાઈને ગર્વ મહેસુસ કરૂ છુ. ઉપરાંત લખ્યુ કે, હું અહીં આવવા માટે સંમત થઈ કારણ કે હું આ અસાધારણ બાળકોના અદ્ભુત પ્રદર્શન (Dance Performance) માટે ખૂબ જ ઉત્સાહિત છું, પ્લીઝ આવતીકાલ અને રવિવારે આ એપિસોડ જોવા માટે સમય જરૂર કાઢો.
વીકેન્ડ એપિસોડમાં હેમા માલિની મચાવશે ધમાલ
સુપર ડાન્સર ચેપ્ટર 4 ના વીડેન્ડ એપિસોડમાં હેમા માલિની (Hema Malini) ધમાલ મચાવતી જોવા મળશે. ઉપરાંત હેમામાલિની શોના જજ શિલ્પા શેટ્ટી સાથે ધર્મેન્દ્રની ફિલ્મ પ્રતિજ્ઞાના સોંગને રિક્રિએટ કરતી જોવા મળશે. સાથે યમલા પગલા દિવાના સોંગ પર ડાન્સ કરતી જોવા મળશે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: પોર્ન ફિલ્મ કેસમાં ફસાયેલી ગેહના વશિષ્ઠે બદલ્યા તેવર, કહ્યુ ” ફસાવનાર લોકો સામે એક્શન લઈશ”