Health Update: Dilip Kumarની તબિયતમાં સુધારો, પત્ની સાયરાજીએ કહ્યું-ઘરે લઈ જવા માટે જોઈ રહ્યા છીએ ડૉક્ટરની મંજૂરીની રાહ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)ને બુધવારે શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Health Update: Dilip Kumarની તબિયતમાં સુધારો, પત્ની સાયરાજીએ કહ્યું-ઘરે લઈ જવા માટે જોઈ રહ્યા છીએ ડૉક્ટરની મંજૂરીની રાહ
Dilip Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 6:05 PM

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)ને બુધવારે શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની સ્થિતિ સુધારા પર છે, પરંતુ તે હજી પણ આઈસીયુમાં દાખલ છે. દિલીપકુમારની પત્ની સાયરા બાનો (Saira Banu)એ તેમની તબિયત વિશે માહિતી આપી છે અને એમ પણ કહ્યું છે કે દિલીપ સાહેબને આજે રજા આપવામાં આવી નથી.

સાયરા બાનોએ કહ્યું છે કે દિલીપ કુમારની તબિયત હવે સ્થિર છે. તે હજી પણ આઈસીયુમાં છે. અમે તેમને ઘરે લઈ જવા માંગીએ છીએ, પરંતુ અમે ડૉક્ટરની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. તેમને આજે છૂટા કરવામાં આવી રહ્યા નથી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

થોડા દિવસો પહેલા જ થયા હતા ડિસ્ચાર્જ

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે દિલીપ સાહેબને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં અહેવાલોમાં જાણવા મળ્યું કે તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. જેના પછી તેમનું પ્લેયૂરલ એસ્પિરેશન કરીને ફેફસામાંથી પાણી કાઢવામાં આવ્યું હતું. દિલીપ સાહબના પ્રવક્તાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

અહેવાલો મુજબ દિલીપ કુમારના ફેફસામાંથી લગભગ 350 મિલીલીટર ફ્લૂઈડ કાઢવામાં આવ્યું હતું. જે બાદ તેમનું ઓક્સિજનનું સ્તર પણ વધવા લાગ્યું હતું. તબિયતમાં સુધારો થતાં તેમને 11 જૂને રજા આપવામાં આવી હતી.

તસ્વીર થઈ હતી વાયરલ

જે દિવસે દિલીપ સાહેબને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તે દિવસે હોસ્પિટલની બહારનો તેમનો ફોટો વાયરલ થયો હતો. ફોટામાં તે આંખો બંધ રાખીને સૂતા જોવા મળ્યા હતા. જ્યારે પત્ની સાયરાજી તેમની સંભાળ લેતા હતા અને ક્યારેક પતિને કિસ કરતા હતા.

ઉડી હતી મોતની અફવાઓ

જ્યારે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે ગત વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમના મોતની અફવાઓ ઉડવાનું શરૂ થઈ ગયુ હતું. ત્યારબાદ તેમની પત્ની સાયરા બાનોએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને કહ્યું હતું કે દિલીપ સાહેબની તબિયત સુધરી રહી છે. અફવાઓથી દૂર રહો, તે સ્વસ્થ થઈ રહ્યા છે. એટલું જ નહીં તેમણે હોસ્પિટલમાંથી દિલીપ સાહેબની એક તસવીર પણ શેર કરી હતી.

ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના

દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના ચાહકો તેમને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટને શેર કરી રહ્યા છે અને આશા છે કે દિલીપ સાહેબ જલ્દીથી સ્વસ્થ થઈને તેમના ઘરે આવે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">