Happy birthday Naga Chaitanya: સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્યએ ગ્રેજ્યુએશન છોડ્યા બાદ એક્ટિંગમાં અજમાવ્યું નસીબ

હૈદરાબાદમાં 23 નવેમ્બર, 1986ના રોજ જન્મેલા નાગા ચૈતન્યએ ઓક્ટોબર 2017માં અભિનેત્રી સામંથા રૂથ (Samantha Ruth Prabhu) સાથે લગ્ન કર્યા હતા.

Happy birthday Naga Chaitanya: સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્યએ ગ્રેજ્યુએશન છોડ્યા બાદ એક્ટિંગમાં અજમાવ્યું નસીબ
Naga Chaitanya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 1:09 PM

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનનો (Nagarjuna) પુત્ર નાગા ચૈતન્ય (Naga Chaitanya) 35 વર્ષનો થઈ ગયો છે. હૈદરાબાદમાં 23 નવેમ્બર, 1986ના રોજ જન્મેલા નાગા ચૈતન્યએ ઓક્ટોબર 2017માં અભિનેત્રી સામંથા રૂથ (Samantha Ruth Prabhu) સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 4 વર્ષ પછી ઓક્ટોબર 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે સામંથા પહેલા નાગા ચૈતન્યનું કમલ હાસનની દીકરી શ્રુતિ હસન સાથે અફેર હતું.

દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા નાગા ચૈતન્ય 23 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. તેણે દક્ષિણની ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું અને દર્શકોના દિલ જીતી લીધા. નાગા ચૈતન્ય પ્રખ્યાત સુપરસ્ટાર અભિનેતા અક્કીનેની નાગાર્જુનનો પુત્ર છે. નાગા ચૈતન્યનો જન્મ વર્ષ 1986માં થયો હતો.

અક્કીનેની નાગાર્જુને બે લગ્ન કર્યા હતા. તેણે પહેલા લક્ષ્મી દગ્ગુબાતી સાથે લગ્ન કર્યા હતા. નાગાર્જુન અને લક્ષ્મીના લગ્નથી નાગા ચૈતન્યનો જન્મ થયો હતો. અક્કીનેની અને લક્ષ્મી દગ્ગુબાતીએ નાગાર્જુનના જન્મ પછી તરત જ છૂટાછેડા થઈ ગયા હતા. નાગા ચૈતન્યનો ઉછેર અને શિક્ષણ ચેન્નાઈમાં થયું હતું. આ પછી તેણે મુંબઈ અને લોસ એન્જલસથી એક્ટિંગનો અભ્યાસ કર્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નાગા ચૈતન્યએ વર્ષ 2009માં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ જોશથી કરી હતી. આ પછી નાગા ચૈતન્યએ સાઉથ સિનેમાની ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 100% લવ, દોહાચાય, યુદ્ધમ શરણમ, સવ્યસાચી અને માજીલી સહિત ઘણી મહાન ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.

નાગાએ ગ્રેજ્યુએશનની વચ્ચે જ તેના પિતા પાસેથી અભિનેતા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે પછી તેણે થોડો સમય મુંબઈ અને બાદમાં લોસ એન્જલસમાં અભિનયનો અભ્યાસ કર્યો. આ સિવાય ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા તેણે અવાજ અને સંવાદની કોચિંગ પણ લીધી હતી.

નાગા ચૈતન્ય છેલ્લે વેંકી મામા ફિલ્મમાં જોવા મળ્યો હતો. ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. નાગા ચૈતન્યએ તેના શાનદાર અભિનય માટે ઘણા પુરસ્કારો પણ જીત્યા છે. ફિલ્મો સિવાય નાગા ચૈતન્ય પોતાની અંગત જિંદગીના કારણે પણ ચર્ચામાં રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા સામંથાના અલગ થયા બાદ બંને પોત પોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા સામંથા પહેલા શ્રુતિ હસનને ડેટ કરી રહ્યા હતા.

અભિનેતા તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર છે અને તે ખૂબ જ ટૂંક સમયમાં આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અભિનેતાએ ટીમ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પણ વાંચો : સલમાન ખાનનો યુવા કલાકારોને સંદેશ, આસાનીથી નહીં આપીએ સ્ટારડમ, મહેનત કરો અને પછી…

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્લીમાં AQI 315 નોંધાયો, આ વર્ષની દિવાળી 22% વધુ પ્રદૂષિત

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">