પ્રિતી ઝિન્ટા-જીન ગુડનફ બન્યા ટ્વિન્સના પેરેન્ટસ, પ્રાઉડ પેરેન્ટ બનવાની ખુશી સોશિયલ મીડિયા પર શૅર કરી

પ્રિતી ઝિન્ટા-જીન ગુડનફ બન્યા ટ્વિન્સના પેરેન્ટસ, પ્રાઉડ પેરેન્ટ બનવાની ખુશી સોશિયલ મીડિયા પર શૅર કરી
Preity Zinta and Gene Goodenough

પ્રીતિ ઝિન્ટા અને જીન ગુડનફને લગ્નના 5 વર્ષ બાદ માતા-પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. પ્રિતી ઝિન્ટા અને જીન ગુડનફે સરોગસી પદ્ધતિથી ટ્વિન્સ બાળકોના માતા-પિતા બનવાની ખુશી પ્રાપ્ત કરી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Nov 18, 2021 | 2:03 PM

ડિમ્પલ ગર્લ તરીકે જાણીતી બોલિવુડ(Bollywood) અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta)અને તેના પતિ જીન ગુડનફે ટ્વિન્સ બાળકોના માતાપિતા બની ગયા છે. પ્રિતી ઝિન્ટાએ આ ગૂડ ન્યૂઝ સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી શેર કર્યા છે. પ્રિતી ઝિન્ટા(Preity Zinta)એ પોતાને આ ખુશી મળવા માટે તેમના સરોગેટ અને ડૉક્ટર્સનો આભાર માન્યો છે.

પ્રિતી ઝિન્ટા અને જીન ગુડનફનું ઘર હાલમાં હર્ષોલ્લાસ ભર્યુ જોવા મળી રહ્યુ છે. 46 વર્ષની પ્રીતિ ઝિંટાના ઘરે સરોગેસી દ્વારા જુડવા બાળકોનો જન્મ થયો છે. પ્રીતિ ઝિંટાએ પતિ સાથેની તસવીર શેર કરીને બાળકોના નામ ફેન્સને જણાવ્યા છે.

બાળકોના નામ જય અને ગિયા પ્રિતી ઝિન્ટાએ તેમના ટ્વિન્સ બાળકોના નામ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ દંપતીએ તેમના જોડિયા બાળકોના નામ જય અને ગિયા રાખ્યુ છે. પ્રિતી ઝિન્ટા અને જીન ગુડનફે સરોગસી પદ્ધતિથી ટ્વિન્સ બાળકોના માતા-પિતા બનવાની ખુશી પ્રાપ્ત કરી છે.

સોશિયલ મીડિયામાં શેર કર્યા ન્યૂઝ પ્રિતી ઝિન્ટાએ સોશિયલ મીડિયામાં લખ્યુ કે, ”બધાને નમસ્કાર, હું આજે તમારા બધા સાથે અમારા આશ્ચર્યજનક સમાચાર શેર કરવા માંગુ છું. જીન અને હું ખૂબ જ ખુશ છીએ અને અમારા હૃદય ખૂબ જ કૃતજ્ઞતા અને પ્રેમથી ભરાઈ ગયા છે કારણ કે અમે અમારા પરિવારમાં અમારા ટ્વિન્સ જય ઝિન્ટા ગુડનફ અને ગિયા ઝિન્ટા ગુડનફનું સ્વાગત કરીએ છીએ.”

2016માં કર્યા હતા લગ્ન પ્રીતિ ઝિન્ટા અને જીન ગુડનફને લગ્નના 5 વર્ષ બાદ માતા-પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. ફેબ્રુઆરી 2016માં જ પ્રીતિ ઝિન્ટા અને જીન ગુડનફે લગ્ન કર્યા હતા. લોસ એન્જલસમાં એક ખાનગી સમારંભમાં જીન ગુડનફ સાથે પ્રિતીએ લગ્ન કર્યા હતા. જીન ગુડનફ યુએસ સ્થિત હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર કંપની એનલાઈન એનર્જી ખાતે ફાઈનાન્સ માટેના વરિષ્ઠ ઉપપ્રમુખ છે.

પ્રિતી બૉલિવુડમાં ખૂબ જ જાણીતિ અભિનેત્રી રહી ચુકી છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે ફિલ્મો છોડી દીધી છે. જો કે અભિનેત્રી પ્રિતી ઝિન્ટા એક ઉત્સુક સોશિયલ મીડિયા યુઝર છે અને ઘણીવાર ટ્વિટર અથવા ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના અપડેટ્સ શેર કરે છે. તેણી તાજેતરમાં પતિ જીન સાથે આઇસીસી મેન્સ T20 વર્લ્ડ કપ મુકાબલામાં ભારત-પાકિસ્તાન મેચ નિહાળતી સ્ટેન્ડ પર જોવા મળી હતી, જે ટાઇટન્સની એડ્રેનાલાઇન-પમ્પિંગ અથડામણની સાક્ષી હતી.

આ પણ વાંચોઃ5 રાજ્યના 7287 ગામડાને મળશે 4G નેટવર્ક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6466 કરોડના પેકેજને મંજૂરી આપી

આ પણ વાંચોઃ Jamnagar: 61 વર્ષના વૃદ્ધની કેરમમાં કમાલ, ઓપન ગુજરાત સિનિયર સિટીઝન કેરમ સ્પર્ધામાં બન્યા ચેમ્પિયન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati