Shocking: ‘ગંદી બાત’ ફેમ ગહના વશિષ્ઠને આવ્યો હાર્ટ એટેક, હાલત ગંભીર

પ્રખ્યાત અભિનેત્રી ગહના વશિષ્ઠને હાર્ટ એટેક બાદ હોસ્પિટલ ખસેડ્યાના અહેવાલ સામે આવ્યા છે. ગહના ખુબ લોકપ્રિય અભિનેત્રી છે. આવા સમાચાર આવતા ફેન્સમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

Shocking: 'ગંદી બાત' ફેમ ગહના વશિષ્ઠને આવ્યો હાર્ટ એટેક, હાલત ગંભીર
ગહના વશિષ્ઠ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 2:32 PM

બોલીવુડમાંથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. ફેમશ વેબ સિરીઝ ‘ગંદી બાત’ની અભિનેત્રી ગહના વશિષ્ઠને (Gehana Vasisth) હાર્ટ એટેક આવ્યાના અહેવાલ મળ્યા છે. ગહના વશિષ્ઠને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં ગહના કઈ હોસ્પિટલમાં દાખલ છે તેના કોઈ અહેવાલ નથી.

ખાનગી સમાચાર અહેવાલ અનુસાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું છે કે ગહના વશિષ્ઠને કાર્ડિયોપલ્મોનરી બાયપાસ પંપ પર રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગહના વશિષ્ઠ ડાયાબીટીસથી પીડિત છે. જો તેમને સમયસર ઇન્સ્યુલિન ન મળે તો તેમની તબિયત વધુ ખરાબ થઇ શકે એમ છે. તેમના ઘરે એક નાનો ભાઈ અને પિતા છે. તેમની માતાનું નિધન થયું છે.

શનિવાર સાંજે આવ્યો હાર્ટ એટેક

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

પત્રકારો સાથે વાત કરતા ગહનાના પ્રવક્તા રેમેડિયોસે આ વાતની પૃષ્ટિ કરી હતી. પ્રવક્તાના જણાવ્યા અનુસાર અભિનેત્રીને શનિવારે સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને પશ્ચિમ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ગહનાની હાલત ગંભીર

પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગહનાને તેમણે ક્યારેય આવી સ્થિતિમાં નથી જોઈ. તેમણે કહ્યું કે મારે અત્યારે જ ગહનાને મળવા હોસ્પિટલ જવું પડશે. તેમને આગળ જણાવ્યું કે ‘મને તેમના મકાનમાંથી કોઈના દ્વારા સમાચાર મળ્યા કે તે હોસ્પિટલમાં દાખલ છે. મને કહેવામાં આવ્યું કે તેઓ બેભાન છે અને કોઈની સાથે વાત કરવા સક્ષમ નથી. હું હોસ્પિટલમાં તેમની મુલાકાત બાદ અન્ય અપડેટ આપીશ.

ખાનગી સમાચાર સંસ્થાના એક એક અહેવાલ મુજબ, અભિનેત્રીની હાલત જાણવા ગહનાના મેડિકલ નિષ્ણાત ડો. પ્રણવ કાબરા પણ સાંજે હોસ્પિટલની મુલાકાત લેશે. પ્રવક્તાના શબ્દોથી ગહનાની તબિયતની ગંભીરતા સમજી શકાય એમ છે.

વાત કરીએ ડોક્ટર પ્રણવની, તો તેઓ ઘણા સમયથી ગહનાની ડાયાબિટીસની સારવાર કરી રહ્યા છે. અને આ પહેલી વાર નથી કે ગહનાને હાર્ટ એટેક આવ્યો હોય. આ અગાઉ પણ ગયા વર્ષે જ્યારે ગેહનાને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે તે ત્રણ દિવસ વેન્ટિલેટર પર હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં અભિનેત્રીની હાલત ખૂબ ગંભીર છે.

આ પણ વાંચો: શું સિલ્વર સ્ક્રીન ઉપર ફરી આવી રહ્યા છે Govinda અને રવિના ? જાણો વિગતવાર

આ પણ વાંચો: Taapsee Pannu એ ઠાલવ્યો ફિલ્મ ક્રિટિક્સ પર ગુસ્સો, ‘હસીન દિલરુબા’ ને લઈને હોલીવુડ પર સાધ્યું નિશાન

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">