Sidhu Moose Wala Controversies: પોતાના ગીતોમાં ફાયરિંગથી લઈ ખાલિસ્તાનીઓના સમર્થન સુધી આ વિવાદોમાં ફસાયેલા રહ્યા સિદ્ઘુ મૂસેવાલા

સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિદ્ધુ મુસેવાલાના 6.9 મિલિયન ફોલોઅર્સ તેમની યુટ્યુબ ચેનલ પર લગભગ 10 મિલિયન યુવાનો સાથે જોડાયેલા હતા. તેમના ગીતોમાં ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપવા બદલ તેમની ઘણી વખત ટીકા કરવામાં આવી હતી. યુવાનો

Sidhu Moose Wala Controversies: પોતાના ગીતોમાં ફાયરિંગથી લઈ ખાલિસ્તાનીઓના સમર્થન સુધી આ વિવાદોમાં ફસાયેલા રહ્યા સિદ્ઘુ મૂસેવાલા
Sidhu Moosewala
Image Credit source: File Image
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

May 29, 2022 | 11:50 PM

લોકપ્રિય પંજાબી ગાયક અને રેપર સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala) રવિવારે માનસાના જવાહરકે ગામ પાસેના એક ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારે એક દિવસ પહેલા જ તેમની સુરક્ષા કવચને પાછી ખેંચી લીધી હતી. શુભદીપ સિંહ સિદ્ધુ એટલે કે સિદ્ધુ મુસેવાલા ગયા વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા અને માનસાથી પંજાબ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ 63 હજાર મતોથી હારી ગયા હતા. મુસેવાલા માનસા જિલ્લાના મુસા ગામના રહેવાસી હતા અને તેમની માતા ગામના સરપંચ છે અને પિતા ભૂતપૂર્વ આર્મી ઓફિસર છે. પોતાની સ્ટાઈલથી યુવાનોને સંગીત તરફ આકર્ષિત કરનાર સિદ્ધુ મૂસેવાલાનું નામ સતત વિવાદો સાથે જોડાયેલું છે.

ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિદ્ધુ મુસેવાલાના 6.9 મિલિયન ફોલોઅર્સ તેમની યુટ્યુબ ચેનલ પર લગભગ 10 મિલિયન યુવાનો સાથે જોડાયેલા હતા. તેમના ગીતોમાં ડ્રગ્સ અને હિંસાને પ્રોત્સાહન આપવા બદલ તેમની ઘણી વખત ટીકા કરવામાં આવી હતી. યુવાનો પર ખોટી દિશા બતાવવાનો આરોપ હતો.

કોઈ પણ કારણ વગર ફાયરિંગ કરવાથી મુશ્કેલી આવી

સિદ્ધુ મુસેવાલાને તેના ગીત ‘પંજ ગોલિયોં’માં હિંસા અને બંદૂક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના આરોપમાં પંજાબ પોલીસે 2020માં આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. અગાઉ, કોવિડ-19 રોગચાળા દરમિયાન ફાયરિંગ રેન્જ પર એકે-47 રાઈફલથી ફાયરિંગ કરવાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી તેના પર અન્ય કેસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તે દિલ્હીની સરહદો પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો પણ એક ભાગ હતો.

શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો

સિદ્ધુ મુસેવાલા પર શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા તેમની ધરપકડની માંગ કરવામાં આવી હતી. તેમના એક ગીતમાં 18મી સદીના શીખ યોદ્ધા માઈ ભાગોના નામનો કથિત રીતે દુરુપયોગ કરવાનો આરોપ હતો. સિદ્ધુએ આ માટે તમામની માફી પણ માંગી હતી.

ખાલિસ્તાનનું સમર્થન

ડિસેમ્બર 2020માં સિદ્ધુ મુસેવાલાએ તેમના ગીત ‘પંજાબ – માય મધરલેન્ડ’ માં ખાલિસ્તાની અલગતાવાદી જરનૈલ સિંહ ભિંડરાનવાલેનું સમર્થન કર્યું હતું. આ ગીતમાં ખાલિસ્તાન સમર્થક બમ્પર સિંહ બલબીર દ્વારા 1980માં આપેલા ભાષણની કેટલીક ક્લિપ્સ પણ સામેલ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati