ટાઈગર શ્રોફની સુપરફિટ મમ્મીએ 60 વર્ષની ઉંમરે ઉચક્યું 95 કિલો વજન, જુઓ વિડીયો

સૌ જાણે છે કે બોલીવૂડના સ્ટાર Tiger અને એની બહેન ક્રિશ્ના શ્રોફ જબરદસ્ત ફિટનેસ ફ્રિક છે. તેઓ હમેશા કસરત કરતા વિડીયો પોસ્ટ કરતા હોય છે.

ટાઈગર શ્રોફની સુપરફિટ મમ્મીએ 60 વર્ષની ઉંમરે ઉચક્યું 95 કિલો વજન, જુઓ વિડીયો
ઉચક્યું 95 કિલો વજન

સૌ જાણે છે કે બોલીવૂડના સ્ટાર ટાઈગર શ્રોફ અને એની બહેન ક્રિશ્ના શ્રોફ જબરદસ્ત ફિટનેસ ફ્રિક છે. તેઓ હંંમેશા કસરત કરતા વિડીયો પોસ્ટ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ટાઈગરની મમ્મી આયશા શ્રોફ ફિટનેસમાં બંનેને ટક્કર આપે એમ છે.

આયેશાના ફોટાથી જ જણાય છે કે તે પોતાની ફિટનેસ પર કેટલું ધ્યાન આપે છે. તે વર્કઆઉટના કેટલાક વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તાજેતરમાં, ટાઇગરની મમ્મીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કર્યો હતો. જેને જોઇને ફેન્સ આશ્ચર્યચક્કિત થઇ ગયા.

 

 

View this post on Instagram

 

A post shared by Ayesha Shroff (@ayeshashroff)

 

આયેશાએ શેર કરેલા વીડિયોમાં તે 95 કિલો વજન ઉપાડતી જોવા મળી રહી છે. હા, 60 વર્ષની ઉંમરે આયેશાએ 95 કિલો વજન ઉંચક્યું છે. વીડિયોમાં ટાઇગર આયેશાની પાસે ઉભો જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે આયેશાએ લખ્યું, ‘આખરે …. 95 કિલો’. આયેશાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દીકરી કૃષ્ણા શ્રોફ અને બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી આ ફિટનેસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘શબાશ છોકરી!! લાગે છે કે મારે અહીં પહોંચવા માટે કંઇક મોટું કરવું પડશે ‘, જ્યારે દિશા પટાણીએ લખ્યું,’ અદ્ભુત શક્તિ.’

Click on your DTH Provider to Add TV9 Gujarati