રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લૂક ‘એનિમલ’ના સેટ પરથી લીક થયો, જુઓ અહીંયા

'એનિમલ' (Animal Film) ફિલ્મની જાહેરાત કરાયા બાદથી તે ઘણી ચર્ચામાં રહી છે. પહેલીવાર રણબીર કપૂર દક્ષિણની અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લૂક 'એનિમલ'ના સેટ પરથી લીક થયો, જુઓ અહીંયા
Ranbir Kapoor & Rashmika Mandanna (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 25, 2022 | 4:42 PM

ફિલ્મ ‘એનિમલ’ના (Film Animal) કેમેરા રોલ થયાના એક દિવસ બાદ સેટ પરથી રણબીર કપૂર (Ranbir Kapoor) અને રશ્મિકા મંદાનાનો (Rashmika Mandanna) ફર્સ્ટ લૂક લીક થઈ ગયો છે. મનાલીના વ્યસ્ત રોડ પર સહ-કલાકારોને એકસાથે તેમના સીન શૂટ કરવા માટે તૈયાર થતા જોઈને ચાહકો ચોંકી ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતા રણબીરના આ ફેને કેપ્શનમાં પૂછ્યું, “શું મેં રણબીર કપૂરને જોયો છે?” આ વાયરલ થયેલી ક્લિપમાં, રણબીર કપૂર સફેદ કુર્તામાં જોવા મળી રહ્યો છે. જ્યારે રશ્મિકા મંદાનાએ લાલ અને સફેદ રંગની સાડી પહેરી છે.

રણબીર કપૂર અને રશ્મિકા મંદાના હવે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘એનિમલ’માં એકસાથે જોવા મળવાના છે. બંને હાલમાં મનાલીમાં આ ફિલ્મના પહેલા શેડ્યૂલનું શૂટિંગ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો જોઈને લાગે છે કે બંને રસ્તાની બાજુમાં શોટ આપવાની તૈયારી કરી રહ્યા છે, અને તેથી ફિલ્મની ટીમે બંનેને ઘેરી લીધા છે.

બંનેનો ફર્સ્ટ લૂક ફિલ્મના સેટ પરથી લીક થયો છે

શુક્રવારે, બહુપ્રતિક્ષિત ફિલ્મના નિર્માતાઓએ બરફથી ઢંકાયેલા પર્વતો સાથે ક્લેપર બોર્ડની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શૂટની શરૂઆતની ઔપચારિક જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ એક્શન-કોમેડી ફિલ્મ હશે. સંદીપ રેડ્ડી વાંગા રણબીર કપૂરને સંપૂર્ણપણે નવા અવતારમાં રજૂ કરવા માટે તૈયાર છે.

પેન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ આ ફિલ્મ હિન્દી ઉપરાંત દક્ષિણની તમામ ભાષાઓમાં રિલીઝ થશે. ટોચના ટેકનિશિયન ફિલ્મના વિવિધ પાસાઓને સંભાળશે, આ ફિલ્મ આગામી તા. 11/08/2022ના રોજ સિલ્વર સ્ક્રીન પર આવશે. જો કે, અત્યાર સુધી આ ફિલ્મની વાર્તા અથવા રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાના લૂક અને રોલ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ ફિલ્મમાં રશ્મિકા મંદાના રણબીર કપૂરની પત્નીની ભૂમિકા ભજવી રહી હોવાનું સૂત્રો જણાવી રહયા છે. અભિનેત્રી પરિણીતી ચોપરા અગાઉ રશ્મિકાને રિપ્લેસ કરવા જઈ રહી હતી, પરંતુ તેણે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘ચમકેલા’ સાઈન કરી હતી, ત્યારબાદ તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી.

રણબીર પહેલીવાર રશ્મિકા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે

હાલમાં જ રણબીર કપૂર પણ T-Series ઓફિસની બહાર જોવા મળ્યો હતો. લગ્નના માત્ર 2 દિવસ બાદ જ રણબીર T-Seriesની ઑફિસ તરફ જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન પાપારાઝીએ પણ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રણબીરે માત્ર હાથ મિલાવ્યા હતા અને ત્યાંથી ઓફિસની અંદર ગયો હતો. તેની આ વિઝિટ દરમિયાનનો લૂક પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

આ પણ વાંચો – નવાઝુદ્દીન સિદ્દીકીએ RRR અને KGF 2 ફિલ્મની ઉડાવી મજાક, પૂછ્યો આ સવાલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati