શક્તિ કપૂર કેમ બોલી ઉઠ્યા ‘હવે મોત નજીક આવી રહી છે’, જાણો તેમને કઈ વાતનો છે ડર

કોરોનાનો આતંક જોઇને શક્તિ કપૂર એટલા બધા ડરી ગયા છે કે બોલી ઉઠ્યા કે મોત હવે કોઈ પણ સમયે આવી શકે છે. જાણો સમગ્ર વિગત.

  • tv9 webdesk37
  • Published On - 15:33 PM, 4 May 2021
શક્તિ કપૂર કેમ બોલી ઉઠ્યા 'હવે મોત નજીક આવી રહી છે', જાણો તેમને કઈ વાતનો છે ડર
Shakti Kapoor (File Image)

કોરોનાવાયરસની બીજી તરંગને કારણે દેશવ્યાપી આતંક ફેલાયો છે. દેશના દરેક ભાગમાં વાયરસથી સંક્રમિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓના અભાવથી પીડાઈ રહ્યા છે. આની ગેરહાજરીમાં, આવા હજારો સંક્રમિત લોકો માર્યા ગયા છે, જેમનો બચાવ થઈ શક્યો હોત. દેશભરના લોકો મોટા પ્રમાણમાં ઓક્સિજનની માંગ કરી રહ્યા છે.

દેશની આવી હાલત જોઈને બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂર દુખી થઈ ગયા છે. તેમને હવે સોશિયલ મીડિયા પર જવું અને ન્યૂઝ ચેનલો જોવી ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું છે. શક્તિ કપૂર લાંબા સમયથી ઘરે જ હતા, રોગચાળાને કારણે તે ઘરની બહાર ખૂબ જ ઓછા નીકળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર શક્તિ કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આ પાછલું વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. મૃત્યુ હવે નજીક આવી ગયું છે. પહેલા લોકો કહેતા હતા કે તે મરી જશે, તે મરી જશે અને તેમાં દસ વર્ષ લાગી જતા. હવે લોકો માખીઓની જેમ મરી રહ્યા છે. હવે મૃત્યુ શું છે? તે હવે ખૂબ જ સરળ થઇ ગયું છે. મેં હમણાં જ સાંભળ્યું છે કે મિત્રના ભાઈને સવારે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તે સાંજે ટે ગુજરી ગયા. તમે આ વિચાર પણ કરી શકતા નથી.

શક્તિ કપૂરે વધુમાં કહ્યું કે, પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી છે. તેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે અને લોકોને વેક્સિન વહેલી તકે મળે તેવું કહી રહ્યા છે. તેઓ માને છે કે વેક્સિન લેવાથી આ સમસ્યાથી બચી શકાય છે.

તાજેતરમાં જ શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર અને તેમના ભાઈ સિદ્ધાંત કપૂરે પણ પ્લાઝમા ડોનેટ કર્યું હતું. શ્રદ્ધા કપૂર તેના ભાઈના કામથી ખૂબ ખુશ છે. સિદ્ધાંત કપૂરની તસવીર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને, તેમણે ચાહકો અને લોકોને અપીલ કરી છે કે તેઓ આગળ આવે અને પ્લાઝ્માનું દાન આપે જેથી કોરોના રોગચાળો જીતી શકાય. ફોટામાં સિદ્ધાંત કપૂર પ્લાઝ્માનું દાન કરીને ખુબ ખુશ નજર આવી રહ્યા છે.

 

આ પણ વાંચો: કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે સોનુ સૂદે સરકાર પાસે કરી આ માંગ, પ્રિયંકાએ પણ આપ્યો સાથ

આ પણ વાંચો: જેઠાલાલના જોરદાર કપડા પાછળ કોની છે કારીગરી? કેટલો સમય લાગે છે ખાસ કપડા બનાવવામાં? જાણો