Farhan Akhtar એ લગાવ્યો વેક્સિનનો પહેલો ડોઝ, ટ્વીટ કરીને BMC અને મુંબઇ પોલીસની કરી પ્રશંસા

દેશમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના યુવાનો માટે રસીકરણની શરૂઆત થઈ છે. હવે ફરહાન અખ્તરે (Farhan Akhtar) રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

Farhan Akhtar એ લગાવ્યો વેક્સિનનો પહેલો ડોઝ, ટ્વીટ કરીને BMC અને મુંબઇ પોલીસની કરી પ્રશંસા
Farhan Akhtar
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 10, 2021 | 5:11 PM

દેશમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના યુવાનો માટે રસીકરણની શરૂઆત થઈ છે. આ પછી, લોકો રસી મેળવવા માટે તેમના નંબરની રાહ જોતા હોય છે. હવે ફરહાન અખ્તરે (Farhan Akhtar) રસીનો પ્રથમ ડોઝ લીધો છે.અને તેમણે બીએમસી (BMC) અને મુંબઈ પોલીસ (Mumbai Police) નો આભાર વ્યક્ત કર્યો છે. આ માહિતી તેમણે શનિવારે 8 મેના રોજ પોતાની સત્તાવાર ટ્વિટર પોસ્ટ પર શેર કરી છે.

અભિનેતા ફરહાન અખ્તરે (Farhan Akhtar) વેક્સિનેશન વિશે માહિતી આપતી વખતે તેમણે ટ્વિટર પર લખ્યું કે, અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડ્રાઇવનાં માધ્યમ દ્વારા આજે મને વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. આના માટે બીએમસી અને મુંબઈ પોલીસનો સુવ્યવસ્થા સિસ્ટમ ચાલુ રાખવા માટે આભાર. પોતાના વારાની રાહ જોતા લોકો માટે પ્રક્રિયામાં 2-3 કલાકનો સમય લાગે છે. આ માટે, કૃપા કરીને ધીરજ રાખો, જો જરૂરી હોય તો પાણી અને નાસ્તા સાથે જાઓ. સુરક્ષિત રહો. ‘

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

અભિનેતાએ સોશિયલ મીડિયા (Social media) પર પોસ્ટ કર્યા પછી, તેમના ચાહકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને BMC ની અવ્યવસ્થા અંગે ઘણી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

તાજેતરમાં, ઘણા બોલિવૂડ સેલેબ્સે કોરોના વેક્સિન લગાવી હતી. જેમાં સલમાન ખાન (Salman Khan) , હેમા માલિની (Hema Malini) , સૈફ અલી ખાન (Saif Ali Khan) , અનુપમ ખેર (Anupam Kher) , પ્રીટિ ઝિન્ટા (Preity Zinta) અને કાર્તિક આર્યન (Kartik Aaryan) જેવા કલાકારોનો સમાવેશ થાય છે. બોલીવુડના ઘણા કલાકારો પણ કોરોના રોગચાળામાં લોકોને ઓક્સિજન કન્સન્ટ્રેટર, દવાઓ અને આર્થિક સહાય આપીને મદદ કરી રહ્યા છે. અને લોકોને પણ પોતાની આસપાસના લોકોને મદદ કરવા વિનંતી કરી રહ્યા છે.

આ સિવાય સેલેબ્સ સતત લોકોને સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યા છે કે કોવિડ -19 પ્રોટોકોલ્સનું પાલન કરો. આને કારણે, ઘણા લોકો આગળ આવી રહ્યા છે અને વેક્સિનેશનમાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો :- Taarak Mehta Ka Ooltah Chashma નાં ‘જેઠાલાલ’નું નિવેદન, સરકારને દોષ ન આપો, નિયમોને અનુસરો

આ પણ વાંચો :- Neetu Kapoor ને જ્યારે Ranbir Kapoor એ મધર્સ ડે પર આપી હતી ખાસ સરપ્રાઈઝ, ખુશીથી માતાને થયો હતો પુત્ર પર ગર્વ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">