Expensive Dress: શિલ્પાએ કેરી કર્યું લીલા રંગનું વન શોલ્ડર કેપ ઘરારા, તેની કિંમત જાણો છો?

શિલ્પા શેટ્ટી વારંવાર ચર્ચામાં રહે છે. તમે કહી શકો છો કે તે એક સોશિયલ મીડિયા ક્વીન છે. શિલ્પાએ ગ્રીન કલરનો એક શોલ્ડર વાળો કેપ ઘરાર પહેર્યો છે. શિલ્પાનો આ ડ્રેસ તમે લગ્નમાં પણ પહેરી શકો છો.

  • tv9 webdesk40
  • Published On - 22:17 PM, 28 Mar 2021
1/5
શિલ્પા શેટ્ટી વારંવાર હેડલાઇન્સમાં રહે છે. તમે કહી શકો છો કે તે એક સોશિયલ મીડિયા ક્વીન છે. તાજેતરમાં જ શિલ્પાએ તેમની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
2/5
શિલ્પાએ ગ્રીન કલરનો એક શોલ્ડર વાળો કેપ ઘરારા પહેર્યો છે જે તેમના લૂકને સિઝલિંગ બનાવી રહ્યો છે. આ ડ્રેસ સાથે તે તેમના શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4' ના આગામી એપિસોડમાં જોવા મળશે.
3/5
ગ્રીન પોલ્કા શિબોરી વન શોલ્ડર કેપ જે ઘરારા સાથે છે. તે ક્રિપ ફૈબ્રિકથી બનાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ડ્રેસ પર શિબોરી ટાઇ-ડાઈ પ્રિન્ટ હાથથી કરવામાં આવી છે અને નેકલાઇન પર એમ્બ્રોઇડરીંનું કામ કરવામાં આવ્યું છે.
4/5
શિલ્પાનો આ ડ્રેસ તમે લગ્નમાં પણ પહેરી શકો છો. આ ડ્રેસ ભારતીય ફેશન ડિઝાઇનર નૂપુર કનોઇએ ડિઝાઇન કર્યો છે. આ ડ્રેસની કિંમત 45,800 રૂપિયા છે જે તમે ડિઝાઇનરની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.
5/5
શિલ્પા શેટ્ટી કુંદ્રાને સ્ટાઈલિસ્ટ સંજના બત્રા, પુન્ય અને ધ્વનિ જૈન એ સ્ટાઇલ કરી છે.