અભિનેતા ઈમરાન હાશ્મી (Emraan Hashmi) તેમની આગામી ફિલ્મ ‘ડિબુક: ધ કર્સ ઈઝ રિયલ’ (Dybbuk)ની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. અભિનેતાએ સમજાવ્યું કે ભારતમાં હોરર ફિલ્મોની ગતિ અન્ય શૈલીઓ જેવી કેમ નથી.
ઈમરાને આઈએએનએસ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આ એટલા માટે છે કારણ કે અહીંના લોકો આ શૈલીમાં ઓછું કામ કરે છે, તેના પર ઓછું સંશોધન કરવામાં આવે છે. ઘણા ફિલ્મ નિર્માતાઓ કંઈક નવું અને અલગ કરવાની હિંમત કરતા નથી, પરંતુ જે દિવસથી આ બધું શરુ કરવામાં આવશે, ત્યારથી આ ફિલ્મો પણ હિટ બનવા લાગશે.
આ ફિલ્મ ઈમરાનની પોતાની મનપસંદ શૈલીમાં પુનરાગમનને ચિહ્નિત કરે છે, કારણ કે તે મુખ્ય ભૂમિકામાં નિકિતા દત્તા (Nikita Dutta) અને માનવ કૌલ સાથે ફિલ્મનું નેતૃત્વ કરતા જોવા મળશે. આ ફિલ્મ બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ ‘એઝરા’ની સત્તાવાર રીમેક છે. આ ફિલ્મ માટે ટી-સિરીઝ અને પેનોરમા સ્ટુડિયોએ ફિલ્મનાં નિર્માણ માટે હાથ મિલાવ્યા છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે ફરીથી હોરર ફિલ્મમાં કેમ કામ કરવા માંગે છે તો તેમણે કહ્યું કે ‘રાઝ’ પછી હું આ શૈલીમાંથી બ્રેક લેવા માંગતો હતો, પરંતુ ‘ડિબુક’ની વાર્તા અને જે રીતે જયે આ વાર્તાનું નિર્માણ કર્યું છે તેનાથી લાગે છે કે તે વાસ્તવમાં હોરર શૈલીને નવું રુપ આપવા માટે ઉત્સાહિત છે. તેથી જ હું આ શૈલીમાં ફરીથી કામ કરવા માંગતો હતો.
ટ્રેલર લોન્ચ દરમિયાન ઈમરાન હાશ્મીએ કહ્યું, “ડિબુક મારી પહેલી ડિજિટલ ફીચર ફિલ્મ હશે. હું મારી મનપસંદ શૈલી અને સ્ટ્રીમિંગ પાર્ટનર તરીકે એમેઝોન પ્રાઈમ વીડિયો સાથેની આ યાત્રાને લઈને અત્યંત ઉત્સાહિત છું. જબરદસ્ત સ્ટોરી લાઈન સાથેની આ ફિલ્મ ખૂબ જ કુશળતાથી બનાવવામાં આવી છે, જેમાં ખૂબ જ ડરામણી ક્ષણો પણ છે. અમે આ ફિલ્મને આ સમયે અમારા દર્શકો સામે રજૂ કરવા જઈ રહ્યા છીએ.
View this post on Instagram
મોરેશિયસની નયનરમ્ય પૃષ્ઠભૂમિમાં સ્થિત આ ફિલ્મ એક અભિશપ્ત ટાપુ પર થવા વાળી ભયાનક ઘટનાઓને વર્ણવે છે. આજે રિલીઝ થયેલ ટ્રેલરે કપલના જીવનની એક ઝલક આપે છે, જે એક ભયંકર મૂંઝવણમાં ફસાયેલા છે. હકીકતમાં પત્ની ઘરે એન્ટીક જ્યુસ બોક્સ લાવે છે, જે ડિબુક બોક્સ સાબિત થાય છે. ‘ડીબુક’ 29 ઓક્ટોબરે એમેઝોન પ્રાઈમ વીડિયો પર પ્રીમિયર થવા માટે તૈયાર છે.
આ પણ વાંચો :- Photos: NCB ઓફિસ પહોંચી Ananya Panday, પિતા ચંકી પણ સાથે દેખાયા
આ પણ વાંચો :- Song Aila Re Aillaa :અક્ષયે અજય-રણવીર સાથે જબરદસ્ત કર્યો ડાન્સ, આ ફિલ્મમાંથી લીધું છે ‘સૂર્યવંશી’ નું આ ગીત, જુઓ ગીત