જમ્મુના પહેલગામમાં શૂટિંગ પૂરું કર્યા પછી ચાલતા જતા ઈમરાન હાશ્મી પર થયો હુમલો, અજ્ઞાત લોકોએ કર્યો પથ્થરમારો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં (Pahelgam) તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી અભિનેતા ઈમરાન હાશ્મી પહેલગામના બજારમાં ફરવા ગયો હતો.

જમ્મુના પહેલગામમાં શૂટિંગ પૂરું કર્યા પછી ચાલતા જતા ઈમરાન હાશ્મી પર થયો હુમલો, અજ્ઞાત લોકોએ કર્યો પથ્થરમારો
Emraan Hashmi attacked
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Sep 19, 2022 | 10:10 PM

બોલિવૂડના જાણીતા અભિનેતા ઈમરાન હાશ્મી (Emraan Hashmi) આજે હુમલો થયો છે. ઈમરાન હાશ્મી હાલના દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં હાજર છે, જ્યાં તે તેની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. તે દરમિયાન અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં (Pahelgam) તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી અભિનેતા ઈમરાન હાશ્મી પહેલગામના બજારમાં ફરવા ગયો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ તેમના પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઈમરાન હાશ્મીની આગામી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ના શૂટિંગ દરમિયાન આવી કોઈ ઘટના બની નથી. પરંતુ, શૂટિંગ પૂરું થતા જ કલાકારો સાથે ફિલ્મના મેકર્સ માર્કેટમાં ફરવા નીકળી પડ્યા હતા. ત્યારે ત્યાં હાજર કેટલાક અજાણ્યા લોકોએ અચાનક તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પથ્થરમારો કરનારા બદમાશો વિરુદ્ધ કલમ 147, 148, 370, 336, 323 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન હાશ્મી છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં છે. જ્યાં તે પોતાની નવી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન તેજસ દેઓસ્કર કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. દર વખતની જેમ આ વખતે પણ કલાકારો આ ફિલ્મ દ્વારા તેમના ફેન્સ માટે કેટલાક મોટા સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે. જોવાનું એ રહ્યુ કે , આ ફિલ્મ લોકોને પંસદ આવશે કે નહીં.

જમ્મુમાં પથ્થરમારોનું રાજ

જમ્મુ કશ્મીર છેલ્લા ઘણા દશકથી આતંક પ્રવૃતિઓને કારણે હચમચ્યુ છે. કેટલીક બહારના, તો કેટલાક અંદરના અલગાવવાદી લોકોને કારણે પણ જમ્મુ કશ્મીરનો માહોલ ખરાબ થયો હતો. તે બધા વચ્ચે જમ્મુ કશ્મીરમાં ધારા 370 હટાવતા, ત્યાંના વાતવરણમાં કેટલાક સકારાત્મક ફેરફાર થયા હતા. પહેલાની જેમ આતંકી પ્રવૃતિઓ અને પથ્થરમારાની ઘટના નહીંવત બની હતી. તેવામાં ઘણા સમય બાદ આ વી ઘટના બની હતી. જમ્મુ કશ્મીર પહેલીથી ફિલ્મો માટેનું ફેવરિટ સ્થળ રહ્યુ છે. તેવામાં દેશના એક પ્રખ્યાત અભિનેતા પર હુમલો થવો એક નિંદનીય બાબત છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati