AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તિહાર જેલ સાથે જેકલીન ફર્નાન્ડીઝનું શું છે કનેક્શન? ED એ કરી 5 કલાક પૂછપરછ, ઘટના જાણીને ચોંકી જશો

મળતી માહિતી મુજબ, સુકેશ અને તેની કથિત પત્ની લીના પોલે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સાથે આર્થિક છેતરપિંડી કરી હતી, જેના કારણે ED એ આજે ​​જેકલીનનું નિવેદન નોંધ્યું હતું.

તિહાર જેલ સાથે જેકલીન ફર્નાન્ડીઝનું શું છે કનેક્શન? ED એ કરી 5 કલાક પૂછપરછ, ઘટના જાણીને ચોંકી જશો
ED questioning to Jacqueline Fernandez in Sukesh Chandrashekhar Money laundering case
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 8:30 AM
Share

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (jacqueline fernandez) મની લોન્ડરિંગ કેસમાં પોતાનું નિવેદન નોંધવા સોમવારે દિલ્હી પહોંચી હતી. પોલીસે જેકલીનની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ, આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) સાથે સંબંધિત છે. સુકેશ સામે પહેલાથી જ મની લોન્ડરિંગનો કેસ નોંધાયેલ છે.

તે જ સમયે આ બાબતમાં ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સૂત્રો પાસેથી મોટા સમાચાર બહાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, સુકેશ અને તેની કથિત પત્ની લીના પોલે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ સાથે પણ ફાયનાન્સીયલ છેતરપિંડી કરી હતી, જેના કારણે ED એ આજે ​​જેકલીનનું નિવેદન નોંધ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર જેકલીન લીના પોલની જાળમાં ફસાઈ ગઈ હતી, તેથી સુકેશે તેના દ્વારા છેતરપિંડી કરવાના પ્લાનથી જેકલીનને પણ નિશાન બનાવી હતી.

અન્ય એક બોલિવૂડ અભિનેતા પર પણ હતો ટાર્ગેટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકલીન સિવાય, બોલીવુડના એક પ્રખ્યાત અભિનેતા ફિલ્મ નિર્માતા પણ સુકેશના નિશાના પર હતા, જે વિશેષ સેલની તપાસમાં અગાઉ બહાર આવ્યું છે. જો કે, એજન્સીઓએ સુરક્ષાના કારણોસર અભિનેતાનું નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. માહિતી અનુસાર, જેકલીને ED ને આપેલા નિવેદનમાં ઘણી મહત્વની માહિતી શેર કરી છે.

સુકેશ 200 કરોડની ખંડણીના કેસમાં બંધ

સુકેશ તિહાર જેલમાં બંધ છે. તેના પર જેલની અંદરથી 200 કરોડની ખંડણી વસૂલવાનો આરોપ છે. તાજેતરમાં જ ઇડીએ સુકેશ ચંદ્રશેખર અને ફિલ્મ અભિનેત્રી લીના પોલના ચેન્નઈ બંગલા પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ED ને મોટી માત્રામાં રોકડ મળી અને 15 વૈભવી વાહનો પણ મળી આવ્યા. તે જ સમયે, બંગલાની કિંમત કરોડોમાં જણાવવામાં આવી હતી.

શું છે સમગ્ર ઘટના

સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar Case) એ જ વ્યક્તિ છે જેણે AIADMK ના ઉપપ્રમુખ ટીટીવી દિનાકરન પાસેથી 2 કરોડ રૂપિયામાં ચૂંટણી પ્રતીક મેળવવાનું વચન આપ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે સુકેશની ધરપકડ કરી હતી. આ બાદ જેલમાં રહીને તેને મોટી ઉચાપત આચરી હતી.

તાજેતરમાં જ સુકેશે તિહાર જેલની અંદરથી એક મોટા ઉદ્યોગપતિની પત્ની પાસેથી આશરે 200 કરોડની ઉચાપત કરી હતી. જેમાં RBL બેંકના અધિકારીઓ સહિત તિહાર વહીવટીતંત્રના કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ED એ સુકેશની નજીકની સહયોગી લીના પોલની પણ પૂછપરછ કરી હતી. સ્પેશિયલ સેલ દ્વારા સુકેશની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જે હાલમાં EOW ની કસ્ટડીમાં છે.

અહેવાલો અનુસાર ચીટર સુકેશ જેલમાંથી મોટા મોટા ઉદ્યોગપતિના સંપર્કમાં રહેતો. ફોન કરીને સુપ્રીમ, અને હાઈકોર્ટના કેસ સોલ્વ કરવાના દાવા કરીને પૈસા વસૂલતો હતો. જેલમાં ફોન મળ્યા બાદ આ સમગ્ર વાત બહાર આવી.

આ પણ વાંચો: KBC 13 માં ભાગ લેવું આ રેલવે કર્મચારીને પડી ગયું મોંઘુ, ડીપાર્ટમેન્ટે કરી આ કડક કાર્યવાહી

આ પણ વાંચો: The Kapil Sharma Show : એક ફોટો બતાવીને કપિલ શર્માએ શત્રુઘ્ન સિન્હાની કરી મજાક કરવાની કોશિશ, જાણો શત્રુઘ્નએ શું કહ્યું

g clip-path="url(#clip0_868_265)">