બોલીવુડમાં (Bollywood) એક સમયે મલાઈકા અરોરા (Malaika Arora) અને અરબાઝ ખાનની (Arbaaz Khan) જોડી સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરબાઝ અને મલાઈકા અરોરા પહેલીવાર એક ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા અને પહેલી નજરમાં જ પ્રેમમાં પડ્યા હતા. મલાઈકા અરોરા અને અરબાઝ ખાને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ તેમના પુત્ર અરહાન ખાનનો જન્મ થયો હતો. જો કે, અરબાઝ અને મલાઈકાએ લગ્નના 19 વર્ષ પછી એકબીજાથી ડિવોર્સ લીધા હતા.
તેમના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. જો કે, આજે અમે તમને અરબાઝના એક જૂના ઈન્ટરવ્યુ વિશે જણાવી રહ્યા છીએ. આ ઈન્ટરવ્યુ ત્યારનો છે જ્યારે અરબાઝ અને મલાઈકાના ડિવોર્સ થયા ન હતા. મલાઈકા અરોરા અર્જુન કપૂરને છેલ્લા અમુક વર્ષોથી ડેટ કરી રહી છે.
View this post on Instagram
આ ઈન્ટરવ્યુમાં અરબાઝે ખુલ્લીને પોતાના દિલની વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે મલાઈકા વિશે શું વિચારે છે. અરબાઝે કહ્યું હતું કે, ‘તે મલાઈકાને દુનિયાની કોઈપણ વસ્તુ કરતા વધારે પ્રેમ કરે છે. જયારે તમે કોઈ વસ્તુ મેળવી લો છો, ત્યારે તમે નથી ઈચ્છતા કે તે તમને છોડીને ક્યાંક જાય’.
View this post on Instagram
અરબાઝને ડર હતો કે મલાઈકા પણ તેને છોડીને જતી રહેશે. જો કે, અરબાઝે આ ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે મલાઈકાને લઈને ખુબ પઝેસિવ છે અને જ્યારે તે અને મલાઈકા રિલેશનમાં નવા હતા ત્યારે એવું નહોતું પરંતુ હવે એવું છે. જો કે, હવે અરબાઝ અને મલાઈકા હવે પોતપોતાના જીવનમાં સેટલ થઈ ગયા છે. અત્યારે મલાઈકા અરોરા અભિનેતા અર્જુન કપૂર સાથે સીરિયસ રિલેશનશિપમાં છે, ત્યારે અરબાઝ ખાન પણ ઈટાલિયન મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને (Giorgia Andriani) ડેટ કરી રહ્યો છે.
Arbaaz Khan With His Girlfriend Georgia (File Photo)
આ પણ વાંચો – કાર અકસ્માત બાદ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાને મળવા પહોંચ્યો અર્જુન કપૂર, ચાહકોએ કર્યા વખાણ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો