Mere Desh Ki Dharti : બે એન્જિનિયર મિત્રોના ખેડૂત બનવાનું કારણ દર્શાવે છે આ ફિલ્મ, જાણો ક્યારે રિલીઝ થશે

Mere Desh Ki Dharti Release Date :દિવ્યેન્દુ શર્માના ફેન્સ ફિલ્મ 'મેરે દેશ કી ધરતી'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મિર્ઝાપુરમાં તેના શાનદાર પ્રદર્શન પછી, દિવ્યેન્દુ શર્માએ પોતાનો એક અલગ ચાહક વર્ગ બનાવ્યો છે.

Mere Desh Ki Dharti : બે એન્જિનિયર મિત્રોના ખેડૂત બનવાનું કારણ દર્શાવે છે આ ફિલ્મ, જાણો ક્યારે રિલીઝ થશે
Mere Desh Ki Dharti : બે એન્જિનિયર મિત્રોના ખેડૂત બનવાનું કારણ દર્શાવે છે આ ફિલ્મ, જાણો ક્યારે રિલીઝ થશે
Image Credit source: instagram
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Apr 05, 2022 | 6:57 PM

Mere Desh Ki Dharti : સામાજિક પરિવર્તનના હેતુથી અને દર્શકોને વિચારવા માટે બનાવાતી ફિલ્મોનો ટ્રેન્ડ હવે વેગ પકડી રહ્યો છે. આવી ફિલ્મોની યાદીમાં શ્રીકાંત ભાસી(Shrikant Bhasi)ના નેતૃત્વમાં ‘કાર્નિવલ મોશન પિક્ચર્સ’ દ્વારા બનેલી ફિલ્મ ‘મેરે દેશ કી ધરતી’ (Film Mere Desh Ki Dharti)નું નામ પણ સામેલ છે. એક મહત્વપૂર્ણ સામાજિક વિષય પર બનેલી આ ફિલ્મને હવે નવી તારીખ મળી છે. આ ફિલ્મ હવે 6 મે, 2022ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં દિવ્યેન્દુ શર્મા (Divyendu Sharma) લીડ રોલમાં જોવા મળશે.

‘મેરી દેશ કી ધરતી’ ગ્રામીણ અને શહેરી ભારત અને આજની સમકાલીન પરિસ્થિતિ વચ્ચે વધતા જતા અંતરને પ્રકાશિત કરે છે. આ ફિલ્મ સમસ્યાઓના મૂળ સુધી જવાનો પ્રયાસ કરે છે, જે દર્શાવે છે કે કેવી રીતે આજના યુવાનો ગ્રામીણ વાસ્તવિકતાઓ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાનો એક અભિન્ન ભાગ બની જાય છે અને સમાજમાં પરિવર્તન લાવવાની જવાબદારી ઉપાડે છે. જો કે ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને દેશની અર્થવ્યવસ્થામાં ખેતીનો મોટો ફાળો છે, પરંતુ આજની બદલાયેલી પરિસ્થિતિમાં દેશના યુવાનોને શહેરો તરફ સ્થળાંતર કરીને ત્યાં રોજગારી શોધવાની ફરજ પડી રહી છે. આ ફિલ્મમાં બે અલગ અલગ વાસ્તવિકતાને એક કેન્દ્રબિંદુ પર લાવવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે.

દિવ્યેન્દુ શર્મા આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે

ફિલ્મ વિશે ઉત્સાહિત અભિનેતા દિવ્યેન્દુ શર્મા કહે છે, “ આપણા માટે પ્રેરણાથી ભરેલી અને એક મહાન સંદેશ આપતી ફિલ્મને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે તે જોવું અમારા માટે ખૂબ જ રસપ્રદ રહેશે. ફિલ્મ ‘મેરે દેશ કી ધરતી’ સાથે જોડાયેલા લોકો અને દર્શકો બંનેના દ્રષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ ફિલ્મ છે. હવે અમારું સપનું ટૂંક સમયમાં મોટા પડદા પર સાકાર થવા જઈ રહ્યું છે, તો આવી સ્થિતિમાં અમારી ખુશીની કોઈ સીમા નથી.દિવ્યેન્દુ વધુમાં ઉમેરે છે, “વિવિધ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની સ્ક્રિનિંગ સાથે, અમને ફિલ્મની થીમ અને વાર્તા માટે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

શું છે ફિલ્મની વાર્તા?

ફિલ્મના નિર્દેશક ફરાહ હૈદર આ ફિલ્મની વિશેષતાઓ જોતા કહે છે, “વાસ્તવિકતાની જમીન પર વણાયેલી આ ફિલ્મની વાર્તા, એન્જિનિયરિંગના બે વિદ્યાર્થીઓની આશ્ચર્યજનક વાર્તાઓને અલગ રીતે કહે છે. . આવા બે મિત્રો કે જેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી ખેતીમાં રસ દાખવે છે અને જીવનના નવા માર્ગ પર આગળ વધે છે. આજના યુગમાં એવા ઘણા યુવાનો છે જેઓ આ ફિલ્મની વાર્તા સાથે પોતાની જાતને રિલેટ કરી શકશે. આ ફિલ્મ હવે 6 મે, 2022ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલનો દીકરો ફૈસલ કોંગ્રેસ છોડી શકે છે, ટ્વીટ કરીને કહ્યું રાહ જોઈને થાક્યો, બધા વિકલ્પો ખુલ્લા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati