Aaryan Khan એક્ટિંગ નહીં દિગ્દર્શનથી કરી રહ્યો છે કરિયરની શરુઆત, શો Amazon Prime Video પર આવશે

આર્યનએ OTT પ્લેટફોર્મ Amazon Prime Video માટે એક શો આપ્યો છે, જેના માટે તેણે દિગ્દર્શન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. હવે તે પ્રોજેક્ટની ડીલ સફળ રહી કે અસફળ તે સામે આવ્યું નથી, જ્યારે થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તે એક બોલિવૂડ ફિલ્મથી ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરશે.

Aaryan Khan એક્ટિંગ નહીં દિગ્દર્શનથી કરી રહ્યો છે કરિયરની શરુઆત, શો Amazon Prime Video પર આવશે
Aryan Khan (File Image)Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 8:46 AM

Aaryan Khan: એક્ટિંગ નહીં દિગ્દર્શનથી કરી રહ્યો છે કરિયરની શરુઆત, શો Amazon Prime Video પર આવશે, બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સ મોટા પડદા પર ધુમ મચાવવા માટે તૈયાર છે. તે સ્ટાર કિડ્સની યાદીમાં શાહરૂખ ખાન (Shahrukh Khan)ના મોટા પુત્ર આર્યન ખાન (Aaryan Khan)ના ડેબ્યુની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે શાહરૂખ ખાને ઘણીવાર આર્યન ખાન વિશે કહ્યું છે કે તે અભિનયમાં નહીં, પરંતુ લેખન અને નિર્દેશનમાં કારકિર્દી બનાવવા માંગે છે. હવે સમાચાર આવ્યા છે કે આર્યન ખાને તાજેતરમાં એમેઝોન પ્રાઈમ વીડિયો માટે એક શો લખ્યો હતો, જેનું તે નિર્દેશન પણ કરવા માંગતો હતો. એવું લાગે છે કે આર્યન ખરેખર કેમેરાની પાછળ કામ કરવા માંગે છે સામે નહીં.

આર્યન ઓટીટી પર નિર્દેશન કરશે

તાજેતરમાં જ શાહરૂખ ખાનની નજીકના વ્યક્તિએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે આર્યનએ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો માટે એક શો આપ્યો છે જેના માટે તેણે દિગ્દર્શન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. હવે તે પ્રોજેક્ટની ડીલ સફળ રહી કે અસફળ, તે સામે આવ્યું નથી, જ્યારે થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તે બોલિવૂડ ફિલ્મથી ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરશે.

આર્યનનું નામ 2021માં ડ્રગ કેસમાં આવ્યું હતું

આર્યન હજુ સુધી ફિલ્મોમાં જોવા મળ્યો નથી, પરંતુ વર્ષ 2021માં તેની સાથે સંબંધિત કેસ દેશમાં સૌથી વધુ ચર્ચિત કેસોમાંનો એક રહ્યો છે. આ દરમિયાન આર્યન ખાનની સાથે તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ પણ NCBએ ઝડપ્યો હતો. NCBએ આરોપ લગાવ્યો હતો કે, મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપમાં ડ્રગ્સ પાર્ટી થવાની હતી.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

આર્યન જામીન પર બહાર છે

જ્યારે આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે તે તે સમયના સૌથી મોટા સમાચાર બની ગયા હતા. ધરપકડ બાદ તેને મુંબઈની આર્થર રોડ જેલમાં ઘણા દિવસો સુધી રાખવામાં આવ્યો હતો. બાદમાં બોમ્બે હાઈકોર્ટે આર્યનને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા.

ફિલ્મ નિર્માણ માટે અભ્યાસ કર્યો છે

આર્યન ખાને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, તેની પાસે ફાઈન આર્ટ, સિનેમેટિક આર્ટ, ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શનમાં સ્નાતકની ડિગ્રી છે.

આ પણ વાંચો : Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે, શું આવશે યુદ્ધનો અંત જાણો?

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">