શું કાર્ટૂનના છેલ્લા એપિસોડમાં ‘ટોમ એન્ડ જેરી’એ આત્મહત્યા કરી લીધી હતી? જાણો શું છે સત્ય

આ કાર્ટૂનમાં એક એપિસોડ એવો પણ હતો જેમાં મસ્તી નહીં પણ દુઃખ હતું. ચાલો જણાવીએ કયો હતો આ એપિસોડ વિશે અને તેના અંત વિશે.

શું કાર્ટૂનના છેલ્લા એપિસોડમાં 'ટોમ એન્ડ જેરી'એ આત્મહત્યા કરી લીધી હતી? જાણો શું છે સત્ય
Tom and jerry
Follow Us:
| Updated on: May 11, 2021 | 5:19 PM

ટોમ એન જેરી કોને નહીં ખબર હોય? આપણા સૌનું બાળપણ અવ કાર્ટૂન કેરેક્ટર સાથે વીત્યું છે. તમને જણાવી દઈએ કે ટોમ એન્ડ જેરીના વિલિયમ અને જોસેફે કુલ 114 એપિસોડ બનાવ્યા. MGM સ્ટુડિયો માટે. આ પછી કેટલાક અન્ય લોકોએ તેમના પોતાના અનુસાર આ કાર્ટૂનને ફરી બનાવ્યું’. પરંતુ સૌથી વધુ પ્રિય એ વિલિયમ અને જોસેફની મૂળ સીરીઝ સૌને વધુ પસંદ છે. આ કાર્ટૂનમાં ટોમ બિલાડી હતો. જેરી એક ઉંદર હતો. બંને હંમેશા લડતા રહેતા હતા. તો શું ટોમ-જેરી હંમેશા લડતા હતા? તેની વાર્તા લડત પર જ સમાપ્ત થઈ? અથવા તેની વાર્તા ક્યારેય સમાપ્ત થઇ જ નહીં?

આ કાર્ટૂનમાં એક એપિસોડ એવો પણ હતો જેમાં મસ્તી નહીં પણ દુઃખ હતું. ચાલો જણાવીએ કયો હતો આ એપિસોડ.

ટોમ અને જેરી એક સાથે મરી ગયા!

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

MGM ના ઓરીજીનલ કાર્ટૂનમાં એક એપિસોડ છે ‘બ્લૂ-કેટ-બ્લૂઝ’ જે છે એપિસોડ નંબર 103. કહેવામાં આવે છે કે આ ટોમ અને જેરીનો અંત હતો. આ એપિસોડમાં બંનેનો અંત બતાવવામાં આવ્યો છે. એપિસોડમાં સીધે સીધી મોત નથી બતાવવામાં આવી, એ રીતે બતાવ્યું છે કે લોકોને લાગે કે બંને મારી ગયા.

શું છે આ એપિસોડમાં

આ એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે ટોમ દુખી અવસ્તામાં રેલવે ટ્રેક પર ઉભો છે. અને જેરી તેને જોઈ રહ્યો છે. જેની તેની મિત્રતા યાદ કરે છે. અને આખી સ્ટોરી ફ્લેસબેકમાં ચાલે છે. વાર્તામાં એવું હોય છે કે ટોમ અને જેરી બંને મિત્રો હતા. એક દિવસ ટોમ એક બિલાડીને જોઈ જાય છે અને એના પ્રેમમાં પડી જાય છે. બિલાડી માટે ટોમ બધું કરવા તૈયાર થઇ જાય છે. પોતાની જાતને વેચીને તેના માટે વસ્તુઓ લાવે છે. પરંતુ બિલાડીને એક અમીર બિલાડો મળી જાય છે અને તેની સાથે લગ્ન કરી લે છે. આ કારણે ટોમ ઉદાસ થઇ જાય છે અને ટોમને ઉદાસ જોઇને જેરી પણ ઉદાસ થઇ જાય છે. ટોમ સ્વિમિંગ પૂલમાં પાડીને મારવાનો પ્રયાસ કરે છે પણ જેરી તેને બચાવી લે છે. જેમ આશીકો દારુ પીવા માંડે તેમ ટોમને દૂધ પીતો બતાવવામાં આવ્યો છે. પછી ટોમ વધુ ઉદાસ થઇ જાય છે અને ટ્રેનના પાટા પર જઈને બેસી જાય છે. ટ્રેન આવે છે અને બંનેને કચળીને જતી રહે છે. બંને આત્મહત્યા કરી લે છે.

આ અંતનો અર્થ શું થઈ શકે?

બાળકોના કાર્ટૂન શોમાં આવી ઉદાસી બતાવવી સામાન્ય નથી. ટોમને સ્ક્રીન પર દૂધ પીતા બતાવવામાં આવ્યું હોવા છતાં, તે સ્પષ્ટ છે કે તેઓ દૂધ નહીં, પરંતુ દારુ બતાવવા માંગતા હતા. આત્મહત્યા? બાળકોના દૃષ્ટિકોણથી તેનો વિચાર કરો, તે ખૂબ ક્રૂર લાગે છે. કદાચ તેથી જ કાર્ટૂન નેટવર્ક અને બૂમબર્ગે તે સમયે એપિસોડ પર પ્રતિબંધ મૂક્યો હતો. તો પછી વિલિયમ અને જોસેફને ખ્યાલ આવી ગયો હશે. તે ટોમ-જેરી બાળકોના પ્રિય હતા તેમને મારી ન શકાય. કોઈપણ રીતે આ સીરીઝ આ એપિસોડ પર સમાપ્ત થઈ નથી. તે પછી પણ ચાલુ રહી. ત્યાર પછીના એપિસોડમાં ટોમ-જેરી જીવંત હતા. હંમેશની જેમ તોફાન કરી રહ્યા હતા. લોકો હસી રહ્યા હતા.

સીરીઝનો છેલ્લો એપિસોડ કયો હતો?

114 એપિસોડમાં, જેની સાથે ટોટ વોચર્સે આ મૂળ સીરીઝને સમાપ્ત કરી, ત્યાં છેલ્લા જેવું કંઈ નહોતું. તે બાકીના એપિસોડ્સ જેવું જ હતું. હાસ્ય, આનંદ, ટીખળ. નિર્માતાઓએ વિચાર્યું હશે કે અંત બતાવવા માટે દુઃખ જરૂરી નથી. કે તમે હસતાં-હસતાં હસતાં-રમતાં પણ ગુડબાય કહી શકો. પાછળથી, પ્રખ્યાત એનિમેટર ચક જોન્સે આ સીરીઝનો ફરીથી પ્રારંભ કર્યો. આ શ્રેણી પણ ખૂબ જ સફળ રહી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">