2 પત્ની, 6 બાળકો હોવા છતાં ધર્મેન્દ્રનું દિલ આવી ગયું હતું આ અભિનેત્રી પર: પછી શું કર્યું હેમાએ જાણો

અભિનેતા ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા છે. છતાં, તેમનું નામ જુદી જુદી અભિનેત્રીઓ સાથે સંકળાયેલું રહ્યું. તેમાંથી એક અનિતા રાજ હતી. જાણો તે સમયની વાત જ્યારે ધર્મેન્દ્રએ દિગ્દર્શકોને અનિતાના નામની ભલામણ શરૂ કરી દીધી હતી.

2 પત્ની, 6 બાળકો હોવા છતાં ધર્મેન્દ્રનું દિલ આવી ગયું હતું આ અભિનેત્રી પર: પછી શું કર્યું હેમાએ જાણો
Dharmendra was fall in love with Anita raj after the second marriage
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 23, 2021 | 6:48 PM

તાજેતરમાં ધર્મેન્દ્ર (Djarmendra) અને એ જમાનાની પ્રખ્યાત હિરોઈન અનિતા રાજ (Anita Raj) ઇન્ડિયન આઈડલમાં (Indian Idol 12) જોવા મળ્યા હતા. આ શો ખુબ મનોરંજક રહ્યો હતો. બંનેએ ખુબ વાતો પણ કરી હતી. જો કે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે એક સમયે ધર્મેન્દ્રનું દિલ અનિતા પર આવી ગયું હતું. આ એ સમયની વાત છે જ્યારે ધર્મેન્દ્રના બીજા લગ્ન થઇ ચૂક્યા હતા. એટલું જ નહીં એ સમયે ધર્મેન્દ્રના 6 બાળકો પણ હતા.

જી હા આ એ સમય હતો જ્યારે ધર્મેન્દ્ર (Djarmendra) અને અનિતાના પ્રેમના ચર્ચા બી ટાઉનની ગલી ગલીએ થવા લાગ્યા હતા. એક સમય હતો જ્યારે ધર્મન્દ્રને આશિક મિજાજ અભિનેતા તરીકે ઓળખવામાં આવતા હતા. લગ્ન થયેલા હોવા છતાં તેઓ હેમાના પ્રેમમાં પડી ગયા અને ધર્મેન્દ્રએ તેની સાથે લગ્ન કરી લીધા.

Dharmendra was fall in love with Anita raj after the second marriage

Dharmendra and Anita raj

આ બાદની વાત છે જ્યારે 80 ના દાયકામાં ધર્મેન્દ્ર અને અનિતાની જોડી ચર્ચામાં (Djarmendra and Anita raj love story) આવી. કહેવાય છે કે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. જોકે આ પ્રેમને કોઈ મુકામ ના મળ્યો પરંતુ માત્ર ચર્ચાઓનો ભોગ બન્યો. શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા.

અહેવાલોનું માનીએ તો ધર્મેન્દ્ર અનિતાને પોતાની ફિલ્મોમાં લેવા માટે લાગવગ લગાવતા હતા. અનિતા રાજ અને ધર્મેન્દ્ર વચ્ચે ઉંમરનો તફાવત પણ ખુબ હતો. એટલે કે 27 વર્ષનો હતો.

વાત વધતી ગઈ. બંનેના પ્રેમની ચર્ચા મીડિયામાં થવા લાગી. અને કેસ સીધો હેમા માલીની (Hema Malini) પાસે પહોંચી ગયો. હેમાને ખબર પડી ત્યારે તે તૂટી ગઈ. બાદમાં તેણે ધર્મેન્દ્રને અનિતાથી દુર રહેવાની ચેતવણી આપી દીધી. આ રિલેશનના અહેવાલો બાદ અનિતાને પણ ઘણા વિવાદોથી પસાર થવું પડ્યું.

તમને જણાવી દઈએ કે અત્યારે ધર્મેન્દ્ર બંને પત્નીઓ પ્રત્યે બરાબર જવાબદારી નિભાવે છે. જો કે મુંબઈની જગ્યાએ તેમને લોનાવાલામાં પોતાના ફાર્મ પર સમય વિતાવવો ખુબ પસંદ છે. તેઓ હેમા કે પ્રકાશ કૌર સાથે સમયે સમયે ફાર્મ હાઉસ પર જતા હોય છે.

આ પણ વાંચો: ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોની આવક વધારવા માટે સરકારની નવી યોજના, જાણો તેના વિશે

આ પણ વાંચો: ક્રાઇમ બ્રાંચે શિલ્પા શેટ્ટીના ઘરે પાડ્યા દરોડા, પોતાની ધરપકડને રાજ કુન્દ્રાએ, બોમ્બે હાઈકોર્ટ પડકારી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati