Kangana Ranaut પર પ્રતિબંધ મૂકનારા ડિઝાઇનરોને બહેન રંગોલીનો જવાબ, બોલી- અદાલતમાં મળીશું

કંગનાની બહેન રંગોલીએ પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આનંદ ભૂષણને 'નાના ડિઝાઇનર' કહીને સ્પષ્ટ કરી દીધું છે કે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની છે.

Kangana Ranaut પર પ્રતિબંધ મૂકનારા ડિઝાઇનરોને બહેન રંગોલીનો જવાબ, બોલી- અદાલતમાં મળીશું
Kangana Ranaut, rangoli chandel
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 05, 2021 | 7:29 PM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા પછી જબરદસ્ત હેડલાઇન્સ બનાવી છે. કંગના પર ટ્વિટરના નિયમોનું પાલન ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ બે ડિઝાઇનરોએ બહિષ્કાર કરતી વખતે સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. જેમાં આનંદ ભૂષણનું નામ શામેલ છે. તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં કંગના સાથે ક્યારેય કામ નહીં કરે.

આ સાથે જ કંગનાની બહેન રંગોલીએ પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આનંદ ભૂષણને ‘નાના ડિઝાઇનર’ કહીને સ્પષ્ટ કરી દીધું છે કે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની છે.

કંગનાના નામે માઇલેજ મેળવવાનો પ્રયાસ

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

રંગોલી ચંદેલે તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે – ‘આ વ્યક્તિ આનંદ ભૂષણ કંગનાના નામ પર માઇલેજ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમારે તેની સાથે કોઈપણ રીતે લેવાદેવા નથી. અમે તો તેને ઓળખતા પણ નથી. ઘણા પ્રભાવશાળી હેન્ડલ્સ તેને ટેગ કરી રહ્યાં છે અને કંગનાનું નામ ખેંચી રહ્યા છે. કંગના કોઈપણ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે કરોડોની ફિ લે છે, પરંતુ એડિટોરિયલ શુટ એ કોઈ બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ નથી હોતું, અમે તે કપડાંને પસંદ કરતાં નથી, મેગેઝિનના સંપાદકો તે લુક્સને પિક કરે છે.

કોર્ટમાં મળીશું

તેમણે આગળ લખ્યું- ‘આ નાના ડિઝાઇનરો ભારતની ટોચની અભિનેત્રીના નામનો ઉપયોગ કરી રહ્યા છે, પોતાને પ્રમોટ કરવ માટે, મેં નક્કી કર્યું છે કે હું તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ, તેણે કોર્ટમાં સાબિત કરવું પડશે કે કેવી રીતે અને ક્યાં અમારુ તેમની સાથે એન્ડોર્સમેન્ટ હતું, જેઓ હવે ડી એસોસિયેટ હોવાનો દાવો કરી રહ્યા છે … અદાલતમાં મળીશું આનંદ ભૂષણ’.

કરી હતી આ પોસ્ટ

જણાવી દઈએ કે આ અગાઉ આનંદ ભૂષણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક સત્તાવાર નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે – ` આજે બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લિધો છે કે કંગના સાથે કોલેબરેશન વાળી તમામ તસવીરો સોશિયલ મીડિયા ચેનલ્સોથી હટાવી દેશું. અમે શપથ લીધી છે કે અમે ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં કંગના સાથે કામ કરીશું નહીં. અમારું બ્રાંડ હેટ સ્પીચને સમર્થન આપતું નથી ‘.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">