દીપિકાના ફેન્સ માટે ઘણા સમય બાદ ખુશખબર આવી રહી છે. 2018માં પદમાવત બાદ દીપિકા એક વર્ષ અગાઉ છપાકમાં જોવા મળી હતી. ત્યાર બાદ કોઈ મોટી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આખરે દીપિકાના ફેન્સ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. રિતિક રોશનના જન્મદિન પર ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. રિતિક રોશને આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ કરતા ફેન્સને જણાવ્યું હતું કે તેઓ આગમી ફિલ્મમાં દીપિકા સાથે જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરવાના છે. ફિલ્મનું નામ છે ફાઈટર.
દીપિકા અને રિતિક જોવા મળશે ફાઈટરમાં
દીપિકાએ પણ પોતાના સોશિયલ મીડિયામાં ફાઈટરનું ટીઝર શેર કરતા લખ્યું હતું કે “સપના ખરેખરમાં સાચા પડે છે”. આ ફિલ્મ સપ્ટેમ્બર 2022માં રીલીઝ થશે. થોડા જ સમયમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરવામાં આવશે. આ અગાઉ હમણા જ દીપિકાએ અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને શકુન બત્રા સાથે એક ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. જોકે આ ફિલ્મના નામની ઘોષણા કરવામાં નથી આવી.
દીપિકા અને રિતિક જોવા મળશે ફિલ્મ ફાઈટરમાં
ફાઈટર ફિલ્મના ટીઝરમેં કોઈ વિસ્યુઅલ બતાવવામાં નથી આવ્યા. એક્ટર્સ અને ડિરેક્ટરના નામ સાથે વિડીઓ ચાલે છે, જેના બેકગ્રાઉન્ડમાં રિતિક રોશનનો અવાજ સાંભળવા મળે છે.
View this post on Instagram