રામ લીલા પછી દીપિકા-રણવીરની નવી ‘ડાન્સ લીલા’, સ્ટેપ્સને ચાહકોએ કહ્યા Naughty

Deepika Padukone Twerking With Husband Ranveer Singh: દીપિકાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સનો વીડિયો શેર કર્યો છે. આમાં દીપિકા ડાન્સ કરતી જોવા મળી છે અને ત્યારબાદ રણવીરની એન્ટ્રી પણ થઈ છે.

રામ લીલા પછી દીપિકા-રણવીરની નવી 'ડાન્સ લીલા', સ્ટેપ્સને ચાહકોએ કહ્યા Naughty
Deepika-Ranveer
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 11, 2021 | 3:53 PM

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફિલ્મોમાં જોરદાર અભિનય માટે જાણીતા છે, અંગત જીવનમાં પણ તેઓ જુદી જુદી વસ્તુઓ વિશે ચર્ચામાં રહે છે. તેમના ફોટા અને વીડિયો જોતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે અને હવે તેમનો લેટેસ્ટ ડાન્સ વીડિયો પણ આવો જ છે.

દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ વીડિયો શેર કર્યો છે. આમાં દીપિકા ડાન્સ કરતી જોવા મળી છે અને ત્યારબાદ રણવીરની એન્ટ્રી પણ થાય છે. બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળે છે અને ફંકી બીટ પર ફ્રી સ્ટાઇલ મૂવ ચાહકોના દિલ જીતી રહ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દીપિકાના મુવ્સને ફૈંસ કરી રહ્યા છે પસંદ

દીપિકાએ રણવીરને ટેગ કરતા કેપ્શન આપ્યું, ‘Werk it baby!’ જ્યારે ચાહકો અભિનેત્રીના મુવ્સને પસંદ કરી રહ્યા છે, ત્યારે રણવીરના સ્ટેપ્સને ક્યૂટ અને નોટી કહ્યા હતા.

દીપિકા અને રણવીર ’83’ માં જોવા મળશે

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો દીપિકા અને રણવીર આજકાલ તેમની આગામી ફિલ્મ ’83’ ના રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાં રણવીર પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે દીપિકા તેમની પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે.

લગ્ન પછી એક સાથે પહેલી ફિલ્મ

લગ્ન પછી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની આ પહેલી ફિલ્મ છે. નિર્દેશક કબીર ખાનની આ ફિલ્મ 4 જૂન, 2021 ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થશે. લોકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">