Ranveer Singhની ફિલ્મ ‘સર્કસ’માં સ્પેશયલ નંબર કરતી જોવા મળશે Deepika Padukone

અભિનેત્રી દીપિકા પદુકોણ પતિ રણવીરસિંહની આગામી ફિલ્મ 'સર્કસ'માં ખાસ નંબર કરતી જોવા મળશે. દિપિકા પાદુકોણ અને રણવીરસિંહ પણ ડિરેક્ટર કબીર ખાનની રિલીઝ થનારી ફિલ્મ '83'માં જોવા મળશે.

Ranveer Singhની ફિલ્મ 'સર્કસ'માં સ્પેશયલ નંબર કરતી જોવા મળશે Deepika Padukone
Ranveer Singh And Deepika Padukone
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 18, 2021 | 11:16 PM

અભિનેત્રી દીપિકા પદુકોણ પતિ રણવીરસિંહની આગામી ફિલ્મ ‘સર્કસ’માં ખાસ નંબર કરતી જોવા મળશે. દિપિકા પાદુકોણ અને રણવીરસિંહ પણ ડિરેક્ટર કબીર ખાનની રિલીઝ થનારી ફિલ્મ ’83’માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પદુકોણ કપિલ દેવ બનેલા રણવીર સિંહની પત્ની રોમી દેવીની ભૂમિકા નિભાવતા જોવા મળશે. રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સર્કસ’માં દિપીકા પાદુકોણની પણ મહત્ત્વની ભૂમિકા હશે. આ ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં છે, હવે નિર્માતાઓએ દિપીકા પાદુકોણને મહેમાન કલાકાર તરીકે લેવાનો નિર્ણય કર્યો છે. દીપિકા પાદુકોણ ફિલ્મમાં એક સ્પેશિયલ નંબર કરતી જોવા મળશે. એક રિપોર્ટ મુજબ, દીપિકા પાદુકોણે આ ગીત શૂટ કર્યું છે અને હાલમાં પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ જ્યારે પણ સાથે આવે છે, ત્યારે તેમની કેમિસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવે છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ‘સર્કસ’માં જેક્લિન ફર્નાન્ડિઝ અને પૂજા હેગડેની પણ મહત્વની ભૂમિકા છે. બંનેએ પોતાનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. કબીર ખાનની ફિલ્મ ’83’ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે આની પહેલા ‘ગોલીઓકી રાસલીલા: રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં સાથે કામ કર્યું હતું. દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘પઠાણ’માં શાહરૂખ ખાનની સાથે જોવા મળશે. આ સિવાય રિતિક રોશન પણ આ ફિલ્મમાં છે. ફિલ્મ ‘ફાઈટર’માં પણ જોવા મળશે, રણવીરસિંહ કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, આ બંને ઘણીવાર એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે આને કારણે બંનેના ચાહકો પણ ખૂબ ઉત્સાહિત છે. બંને ઘણા વિષયો પર પોતાની વાતો ખુલ્લી રાખે છે રણવીર સિંહ જલ્દી જ ‘સૂર્યવંશી’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સિવાય અક્ષય કુમારની પણ મહત્વની ભૂમિકા છે.

લગ્ન પછી એક સાથે પહેલી ફિલ્મ

દીપિકા અને રણવીર આજકાલ તેમની આગામી ફિલ્મ ’83’ના રિલીઝની રાહ જોઈ રહ્યા છે. લગ્ન પછી રણવીરસિંહ અને દીપિકા પાદુકોણની આ પહેલી ફિલ્મ છે. નિર્દેશક કબીર ખાનની આ ફિલ્મ 4 જૂન, 2021ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થશે. લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: કંગના રનૌતના જન્મદિવસ પર ચાહકોને ભેટ, ‘થલાઈવી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">