Deepika Padukone કોરોનાને હરાવીને પહેલીવાર જોવા મળી, પતિ રણવીર સાથે કરી ટ્વિનિંગ

કોરોનાને હરાવીને હવે તાજેતરમાં જ પહેલીવાર દીપિકા પદુકોણને પતિ રણવીર સિંહ (Ranveer Singh) સાથે મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 24, 2021 | 6:43 PM

દેશમાં કોરોનાની બીજી લહેરમાં ઘણી હસ્તીઓ પણ રોગચાળાની ઝપેટમાં આવી ગઈ હતી. જેમાં રણબીર કપૂર (Ranbir Kapoor), આલિયા ભટ્ટ (Alia Bhatt)થી લઈને દીપિકા પદુકોણ (Deepika Padukone) અને તેમના પરિવારનો સમાવેશ થાય છે. દીપિકા પાદુકોણ અને તેમનો પરિવાર મે મહિનાની શરૂઆતમાં કોરોના સંક્રમિત (Deepika Padukone Covid) થયો હોવાના અહેવાલો આવ્યા હતા.

 

 

અભિનેત્રી તેમના માતા પિતા સાથે બેંગલુરુ સ્થિત એક મકાનમાં હતી. કોરોનાને હરાવીને હવે તાજેતરમાં જ પહેલીવાર દીપિકા પદુકોણને પતિ રણવીર સિંહ (Ranveer Singh) સાથે મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

 

આ દરમિયાન દીપિકા પદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) ટ્વિનિંગ કરી રાખી હતી. તે બંને બ્લેક આઉટફિટ્સમાં જોવા મળ્યા હતા. જ્યારે દીપિકા બ્લેક ઓવરસાRઝ્ડ હૂડી અને બ્લુ પેન્ટમાં જોવા મળી હતી, ત્યારે રણવીર સિંહ ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન બંને હાથમાં હાથ રાખતા જોવા મળ્યા હતા.

 

આ બંનેએ કોરોના પ્રોટોકોલ્સની વિશેષ કાળજી લીધી અને માસ્ક પહેરેલા અને દરેકથી દૂર રહ્યા. બંનેના વીડિયો તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો દીપિકા પદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ કપિલ દેવ (Kapil Dev)ની બાયોપિક ’83’ માં જોવા મળશે. આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપ પર આધારિત છે. જેમાં રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ દીપિકા પદુકોણ તેમની પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

આ સિવાય રણવીર સિંહ રોહિત શેટ્ટી (Rohit Shetty)ની કોમેડી ડ્રામા ‘સર્કસ’ (Circus)માં જોવા મળશે. જેમાં તેમની વિરુદ્ધ જેક્લીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) જોવા મળશે. આ સિવાય રણવીર અક્ષય કુમાર (Akshay Kumar) સાથે સૂર્યવંશી (Sooryavanshi)માં જોવા મળશે.

 

શાહરૂખ ખાન (Shahrukh Khan) અને જોન અબ્રાહમ (John Abraham) સ્ટારર ‘પઠાણ’ (Pathan)માં દીપિકા પદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) પણ મહત્વની ભૂમિકામાં છે.

 

આ પણ વાંચો :- Sonakshi Sinha એ સોશિયલ મીડિયા પર શેર કરી એક તસ્વીર, લખ્યું સ્પેશિયલ કેપ્શન

આ પણ વાંચો :- Bollywood: ભણવામાં ઝીરો પણ બોલીવુડનાં છે આ હિરો, જાણો કોણ છે 10 અને 12 પાસ ભણેલા સ્ટાર્સ

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">