દીપિકા પાદુકોણે સ્પેનમાંથી તેની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ના શેર કર્યા ફોટા, નિહાળો અહીંયા

દીપિકા પાદુકોણે સ્પેનમાંથી તેની અપકમિંગ ફિલ્મ 'પઠાણ'ના શેર કર્યા ફોટા, નિહાળો અહીંયા
Deepika Padukone In Spain

એક તસવીરમાં, દીપિકા પાદુકોણે રાત્રે શહેરની ઝળહળતી લાઈટોની એક ઝલક આપી હતી. તેણે ફોટો સાથે લખ્યું, "સિટી લાઇટ્સ". એક ટૂંકી વિડીયો ક્લિપ શેર કરીને, તેણીએ 'કીપ ગોઇંગ' સ્ટીકર પણ ઉમેર્યું.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Mar 07, 2022 | 6:57 PM

દીપિકા પાદુકોણે (Deepika padukone) સ્પેનમાંથી (Spain) તેના ‘નવા ઘર‘નો એક વીડિયો શેર કર્યો છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સ્પેનના ફોટા પણ શેર કર્યા છે. બોલીવુડમાં અત્યારે સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણે ગણાય છે, અને તેણી સતત ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. દીપિકા પાદુકોણે અવાર-નવાર તેના ચાહકો સાથે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતી રહે છે.

તાજેતરમાં જ સ્પેન ગયેલી અભિનેત્રી દીપિકા પાદુકોણે તેના નવા ડેસ્ટિનેશનની ઘણી ક્લિપ્સ અને તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ગઇકાલે (06/03/2022) દીપિકાએ તેની ફ્લાઇટની બારીમાંથી વાદળી આકાશ અને વાદળોનો ફોટો શેર કર્યો. તેણે તસવીરને કેપ્શન આપ્યું, “એસ્કેપ ટાઈમ.”

અન્ય એક તસવીરમાં, દીપિકા પાદુકોણે રાત્રે શહેરની ઝળહળતી લાઈટોની એક ઝલક આપી હતી. તેણે ફોટો સાથે લખ્યું, “સિટી લાઇટ્સ”. એક ટૂંકી વિડીયો ક્લિપ શેર કરીને, તેણીએ ‘કીપ ગોઇંગ‘ સ્ટીકર પણ ઉમેર્યું.

દીપિકાએ આ ઉપરાંત તેના હરિયાળીથી ભરપૂર ઘરની એક તસવીર શેર કરીને લખ્યું છે ‘નવું ઘર’. #lazysunday – આ લુક માટે દીપિકાએ સફેદ પાયજામામાં સજ્જ હેર બન બનાવીને પર્ફેક્ટ સેલ્ફી પણ શેર કરી છે. જેણે તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Deepika Padukone & Shahrukh Khan For Film Pathaan

ગત શનિવારે, દીપિકા મુંબઈ એરપોર્ટ પર રેડ ટર્ટલ નેક ટોપ, રેડ લેધર પેન્ટસ, સ્ટિલેટો અને કેપ સાથે સંપૂર્ણ રીતે લાલ રંગના પહેરવેશમાં ક્લિક થઈ હતી. તેણીના આ લૂકને લોકો ઈન્ટરનેટ પર ખૂબ જ ટ્રોલ કરી રહ્યા હતા.

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર પઠાણનું (Pathaan) ટીઝર શેર કર્યું હતું, જે સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત એક્શન-થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ આગામી તા. 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં નિહાળી શકાશે.

આ ટીઝર શેર કરતાં દીપિકાએ લખ્યું, “પઠાણ અહીં છે! 25મી જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહ્યું છે. #YRF50 સાથે #Pathaanની ઉજવણી ફક્ત તમારી નજીકના મોટા સ્ક્રીન પર @iamsrk @thejohnabraham #SiddharthAnand @ yrf.”

અત્રે ઉલ્લેખનીય છે કે, દીપિકા છેલ્લે ફિલ્મ ”ગેહરાઈયાં’ (Gehraiyaan)  માં જોવા મળી હતી. તેમાં અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા પણ હતા.

આગામી સમયમાં તેણી સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘ફાઈટર’ (Fighter) માં રિતિક રોશન સાથે પણ જોવા મળશે. આ ઉપરાંત તેણી, નાગ અશ્વિનની સાયન્સ-ફાઇ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માં દીપિકા પ્રભાસની સામે જોવા મળશે.

આ પણ વાંચો – Entertainment News : શું ખરેખર બદલાશે દીપિકા-રિતિકની ‘ફાઇટર’ની રિલીઝ ડેટ, જાણો

આ પણ વાંચો – રણવીર સિંહે દીપિકા પાદુકોણને ‘ગહેરાઈયાં’નો આપ્યો રિવ્યૂ, ટ્રોલ્સના પણ બંધ કર્યા મોં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati