Breaking News: દીપિકા પાદુકોણના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તમામ પોસ્ટ ગાયબ
બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. દીપિકાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તમામ પોસ્ટ ગાયબ થઈ ગઈ છે.
બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણને (Deepika padukone) લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. દીપિકાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તમામ પોસ્ટ ગાયબ થઈ ગઈ છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું દીપિકાએ જાતે પોસ્ટ ડિલીટ કરી છે કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણના ઈન્સ્ટાગ્રામ પર 52 મિલિયન લોકો ફોલો કરે છે. ત્યારે એક ઝટકામાં તેના એકાઉન્ટની તમામ પોસ્ટ આ પ્રકારે ગાયબ થઈ જવાથી મોટા સવાલો થઈ રહ્યા છે.