Deepika Padukone પહોંચી કરિયાણાની વસ્તુઓ લેવા, ઘરના તમામ કામ જાતે કરે છે દીપિકા

અભિનેત્રી દીપિકા પાદુકોણ શુક્રવારે ઘરેલુ વસ્તુઓ ખરીદતી જોવા મળી હતી. અભિનેત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે તે ઘરેલુ ચીજવસ્તુ અથવા કરિયાણા ખરીદવા માટે તેની ટીમ પર નિર્ભર નથી અને તે પોતે જ ખરીદી કરવા જાય છે.

Deepika Padukone પહોંચી કરિયાણાની વસ્તુઓ લેવા, ઘરના તમામ કામ જાતે કરે છે દીપિકા
Deepika Padukone

અભિનેત્રી દીપિકા પાદુકોણ શુક્રવારે ઘરેલુ વસ્તુઓ ખરીદતી જોવા મળી હતી. અભિનેત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે તે ઘરેલુ ચીજવસ્તુ અથવા કરિયાણા ખરીદવા માટે તેની ટીમ પર નિર્ભર નથી અને તે પોતે જ ખરીદી કરવા જાય છે. અભિનેત્રી બ્લેક હૂડી પહેરીને સનગ્લાસ પહેરીને મુંબઇમાં એક શોપિંગ મોલ નીકડતી જોવા મળી હતી. તેના હાથમાં ઘણી બેગ હતી અને તે કારમાં બેઠેલી જોવા મળી હતી. ત્યારબાદ તે તેના પતિ રણવીર સિંહ અને ડિરેક્ટર શકુન બત્રા સાથે એક રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પોતાનું ઘરેલું કામ જાતે જ કરવાનું પસંદ કરે છે. તેના પતિ રણવીર સિંહ પણ ઘણી વાર તેને પૂછે છે કે તમે આવું કેમ કરો છો.

દીપિકા પાદુકોણે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મારા દિવસો પણ સામાન્ય લોકો જેવા છે. કેટલીકવાર હું ઉભી થાઉ છું અને નળમાં પાણી નથી. સ્ટાફ સાથે ઘણી વખત સમસ્યાઓ થાય છે. મારે આવી સમસ્યાઓ હેન્ડલ કરવી પડે છે. આ રીતે હું મોટી થઇ છું. હું જાણતી નથી કે હું આ સોચી સમજીને કરું છું કે તે મારો સ્વભાવ છે. પરંતુ પેકિંગ, અનપેકિંગ, કરિયાણાના ઓર્ડર આપવાથી, ઘરનું સંચાલન કરવાથી લઈને, હું તમામ કામ જાતે જ કરું છું.

 

Deepika Padukone

Deepika Padukone

દીપિકા પાદુકોણ કહે છે કે ઘણી વખત તેના પતિ રણવીર સિંહ કહે છે કે હું આ બાબતોમાં શા માટે વ્યસ્ત રહુ છું, પરંતુ આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. વ્યવસાયિક રીતે વાત કરીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આગામી ફિલ્મ ’83’ માં જોવા મળશે.

આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાન કરી રહ્યા છે. આ સ્પોર્ટ્સ ડ્રામા મૂવીમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવશે, જ્યારે દીપિકા પાદુકોણ તેની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ રીતે, રીઅલ-લાઇફ પતિ અને પત્ની હવે ઓનસ્ક્રીન પણ પત્ની અને પતિની ભૂમિકા ભજવશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati