રામાયણ ફરી રજૂ થઇ રહી છે ટીવી પર, તો સીતાએ આ વાત કહીને વ્યક્ત કરી ખુશી

રામાયણ ફરી રજૂ થઇ રહી છે ટીવી પર, તો સીતાએ આ વાત કહીને વ્યક્ત કરી ખુશી
રામાયણ

2020 પછી રામાનંદ સાગરની 'રામાયણ' 2021 માં ફરી એકવાર ટીવી સ્ક્રીન પર પરત ફરી રહી છે. આ વાત પર સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રીએ ખુશી વ્યક્ત કરી હતી.

Gautam Prajapati

|

Apr 16, 2021 | 4:47 PM

2020 પછી રામાનંદ સાગરની ‘રામાયણ’ 2021 માં ફરી એકવાર ટીવી સ્ક્રીન પર પરત ફરી રહી છે. કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. દરમિયાન ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફરીથી ધાર્મિક સિરિયલનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ આ સમાચાર પર ‘રામાયણ’ની’ સીતા ‘એટલે કે અભિનેત્રી દીપિકા ચિખલીયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે માતા સીતાના અવતારમાં સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પણ શેર કરી છે. અન એઆ બાબતે ખુશી વ્યક્ત કરી છે.

દીપિકા ચીખલીયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો ફોટો શેર કરતી વખતે લખ્યું હતું કે- ‘ હું ખૂબ જ ઉત્સાહિત છું કે આ વર્ષે પણ રામાયણ પણ નાના પડદે પરત ફરશે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન રામાયણનું પ્રસારણ થયું હતું, અને એવું લાગે છે કે ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરી રહ્યો છે. આ શો ફક્ત મારા જ જીવનનો નહીં, પરંતુ વર્ષોથી ઘણા ભારતીય પરિવારોના જીવનનો ખુબ મોટો ભાગ રહ્યો છે.

તેમણે આગળ લખ્યું, ‘આવો અમારા સમુદાયનો એક ભાગ બનો અને આવનારી પેઢી સાથે શેર કરો રામાયણનું જ્ઞાન. રામાનંદ સાગરની રામાયણ દરરોજ રાત્રે 7 વાગ્યે સ્ટાર ભારત પર જુઓ.

જણાવી દઈએ કે, અરુણ ગોવિલ, સુનીલ લહરી, દીપિકા ચિખલીયા, અરવિંદ ત્રિવેદી સહિત ઘણા દિગ્ગજ સ્ટાર્સ અભિનિત સીરીયલ ‘રામાયણ’ સ્ટાર ભારત પર રીલિઝ થઈ રહી છે. આ ચેનલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ‘મન શુદ્ધ થઈ જશે, જ્યારે ભગવાન શ્રી રામના દર્શન થશે. દરરોજ સાંજે 7 વાગ્યે જુઓ રામાયણ’. રામાયણના ફરીથી ટેલિકાસ્ટ પર ચાહકો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. અને ફરી રામાયણના ટેલિકાસ્ટને લઈને પણ સોશિયલ મીડિયામાં પણ લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: તારક મેહતા સિરિયલનો ‘ગોલી’ કોવિડની ઝપેટમાં, શું હજી થશે શોનું શૂટિંગ? જાણો નિર્માતાએ શું કહ્યું

આ પણ વાંચો: પાકિસ્તાનમાં FB, WhatsApp અને Twitter સહિતના આ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, જાણો કારણ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati