શ્રીસંત (Sreesanth) નુ ક્રિકેટ કરિયર મેચ ફીક્સીંગ બાદ ખતમ થઇ ગયુ હતુ. શ્રીસંતે ફીક્સીંગ (Match fixing) ને લઇને તેની પર પ્રતિબંધ લાગ્યો હતો. જે હવે પૂર્ણ થતા તેણે ફરી થી મેદાને આવવા માટે પ્રયાસો શરુ કરી દીધા છે. આ દરમ્યાન હવે તે ફિલ્મમાં અભિનય આપનારો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આર રાધાકૃષ્ણ (R. Radhakrishna) ના દિગ્દર્શન ધરાવતી ‘પટ્ટા’ નામની ફિલ્મમાં અભિનય આપશે. ખાસ વાત એ છે કે, સન્ની લીયોન (Sunny Leone) તે ફિલ્મમાં અભિનેત્રીની ભૂમિકામાં હશે.
મીડિયા રિપોર્ટનુસાર, જાણકારી સામે આવી રહી છે કે, શ્રીસંત ત્રીજી ફિલ્મમાં અભિનેતા ના રુપમાં જોવા મળી શકે છે. દક્ષિણ ભારતીય ફિલ્મમાં શ્રીસંત આ પહેલા બે ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. આગામી ફિલ્મમાં શ્રીસંત CBI ઓફીસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા મુજબ CBI અધિકારી તરીકે એક એવી બાબત સામે આવશે કે, જે મહિલાઓની આસપાસ હશે.
શ્રીસંતની વાત કરવામા આવે તો, તે વર્ષ 2017માં અક્સર-2 અને 2019માં કેબરે ફિલ્મમાં અભિનયન આપી ચુક્યો છે. હવે તે ત્રીજી ફિલ્મમાં હશે, કે જેમાં તે અભિનય આપશે. શ્રીસંત આ બોલીવુડની ફિલ્મમાં પણ અભિનય આપી ચુક્યો છે. જે ફિલ્મ હજુ રિલીઝ થવાની રાહ જોઇ રહી છે.
ફિલ્મમાં શ્રીસંત ઉપરાંત સન્ની લિયોનીને ને સ્થાન આપવામાં આવ્યુ છે. વિષય મુજબ તે ભૂમિકા નિભાવવામાં યોગ્ય ઠરશે એમ ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોનુ માનવુ છે. ફિલ્મના નિર્માતા પણ ફિલ્મના પાત્રને નિભાવનાર યોગ્ય પ્રતિભા ધરાવતા હોવાની ઇચ્છા ધરાવતા હતા. જેને લઇને તેઓે તેમની પસંદગી સન્ની લિયોન તરફ રહી હતી.
દિગ્દર્શક રાધાકૃષ્ણ આ ફિલ્મની સાથે ખાસ આકર્ષીત નહોતા, પરંતુ જ્યારે તેઓએ કથાને જાણી ત્યારે તૈયાર થઇ ગયા હતા. તેઓએ કહ્યુ હતુ કે, ફિલ્મમાં તેમની ભૂમિકા બોલીવુડમાં અત્યાર સુધીમાં અલગ રહી હતી. તેમનુ કહેવુ છે કે, અભિનેત્રી તરીકે સન્ની લિયોન માટે થ્રીલર ફિલ્મમાં એક સાહસીક અભિનય હશે.
ફિલ્મમાં ગુજરાતી અભિનેતા બિમલ ત્રિવેદી (Bimal Trivedi) પણ અભિનય આપશે. બિમલ ત્રિવેદી પુરુષ અભિનેતા તરીકે મુખ્ય પાત્રમાં સાઉથની ફિલ્મમાં અભિનય આપનારા પ્રથમ ગુજરાતી એકટર હશે. Tv9 સાથે વાતચીત દરમ્યાન બિમલ ત્રિવેદીએ વાત કરતા કહ્યુ હતુ કે, તેઓ મુખ્ય નેગેટિવ રોલ નિભાવશે. ફિલ્મ પોલિટીકલ થ્રીલર ધરાવે છે. આમ એકંદરે ફિલ્મ જબરદસ્ત થ્રીલર હશે.
Bimal Trivedi, Gujarati Actor
અભિનેતા બિમલ ત્રિવેદીએ કહ્યુ હતુ કે, કોરોનાને લઇને ફિલ્મનુ શુટીંગ લેટ થયુ છે. 1 જૂલાઇએ ફિલ્મનુ શુટીંગ શરુ કરનાર હતા. પરંતુ તેમાં મોડુ થયુ છે. ફિલ્મનુ શુટીંગ મહદઅંશે બેંગ્લોર અને તેની આસપાસમાં થશે. જોકે પ્લાનીંગ અનુસાર ઝડપ થી ફિલ્મના શુટીંગની શરુઆત કરવામાં આવશે.