બોલિવૂડના ‘જમ્પિંગ જેક’ને લગાવાઈ કોવિડ રસી, સામે આવ્યો ફોટો

દેશમાં કોરોનાના કેસ ચોક્કસપણે વધી રહ્યા છે, પરંતુ એટલી જ ઝડપથી રસીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કે પહોંચેલી રસીકરણ પ્રક્રિયા હવે સામાન્ય નાગરિકો સુધી પહોંચી ગઈ છે.

  • tv9 webdesk40
  • Published On - 19:59 PM, 8 Mar 2021
બોલિવૂડના 'જમ્પિંગ જેક'ને લગાવાઈ કોવિડ રસી, સામે આવ્યો ફોટો
Jeetendra

દેશમાં કોરોનાના કેસ ચોક્કસપણે વધી રહ્યા છે, પરંતુ એટલી જ ઝડપથી રસીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કે પહોંચેલી રસીકરણ પ્રક્રિયા હવે સામાન્ય નાગરિકો સુધી પહોંચી ગઈ છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ રસી લેવા આગળ આવી રહ્યા છે. હવે આ યાદીમાં બોલિવૂડના જમ્પિંગ જેક જીતેન્દ્રનું નામ પણ શામેલ થઈ ગયું છે.

 

જીતેન્દ્રને કોરોના રસી લાગી

અભિનેતા તુષાર કપૂરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમના પિતા જીતેન્દ્ર અને માતા શોભાને કોવિડ રસી આપી છે. ફોટામાં જીતેન્દ્ર અને તેની પત્ની બંને નજરે પડે છે. તે ફોટો શેર કરતાં તુષારે લખ્યું છે- છેવટે, રસી લગાવી લીધી. વાયરલ ફોટામાં જીતેન્દ્રએ બ્લુ કલરનો શર્ટ પહેરેલો છે, જ્યારે આંખો પર વાદળી કોટિંગવાળા ચશ્માં પહેર્યા છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Tusshar Kapoor (@tusshark89)

 

જો કે, જીતેન્દ્ર પહેલા સૈફ અલી ખાન, સતીષ શાહ, જોની લીવર અને કમલ હસનને પણ કોરોના રસી લગાવી છે. સૌએ પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને ચાહકોને રસી લેવા અપીલ કરી છે. બધા સેલેબ્સ એક જ સંદેશ આપી રહ્યા છે કે રસી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જ્યારે સમય આવે ત્યારે અન્ય નાગરિકોએ પણ તેમની જવાબદારી નિભાવવી જોઈએ.

 

 

આ પણ વાંચો: Akshay Kumarએ ‘રામ સેતુ’ના સ્ક્રીપ્ટ રીડિંગ સેશનની તસવીર શેર કરી, જેકલીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા પણ જોવા મળ્યા