બોલીવુડના દબંગ ખાનના Tiger 3ના શૂટિંગ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ, હવે અહીં થશે ફિલ્મનું શૂટિંગ

બોલીવુડના ભાઈ જાન તરીકે જાણીતા સલમાન ખાનની (salman khan) ફિલ્મની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. સલમાન ખાનની આ વર્ષે રાધે: યોર મોટ વોન્ટેડ સિનેમા ઘરમાં રિલીઝ થશે. તો બીજી તરફ સલમાન ખાનની ટાઇગર 3 (Tiger 3) ની પણ ફેન્સ રાહ જોતા હોય છે.

બોલીવુડના દબંગ ખાનના Tiger 3ના શૂટિંગ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ, હવે અહીં થશે ફિલ્મનું શૂટિંગ
Charmi Katira

| Edited By: Bipin Prajapati

Feb 26, 2021 | 10:45 AM

બોલીવુડના ભાઈ જાન તરીકે જાણીતા સલમાન ખાનની (salman khan) ફિલ્મની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. સલમાન ખાનની આ વર્ષે રાધે: યોર મોટ વોન્ટેડ સિનેમા ઘરમાં રિલીઝ થશે. તો બીજી તરફ સલમાન ખાનની ટાઇગર 3 (Tiger 3) ની પણ ફેન્સ રાહ જોતા હોય છે.

થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે, ટાઇગર 3ના (Tiger 3) ફિલ્મના શૂટિંગની સલમાન ખાન, કેટરીના કૈફ સાથે તૈયારી કરી રહ્યા છે. સલમાન ખાનએ તેની ટાઇગર અને ટાઇગર 2 દુનિયાના બહેતરીન લોકેશન પર શૂટ કટી હતી. ટાઇગર 1 ભારત, આયરનલેન્ડ, ક્યુબા, થાઈલેન્ડ અને તુર્કીમાં કરવામાં આવ્યું છે.

ટાઇગરનું તબીએજ ભાગનું શૂટિંગ અબુધાબી, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ અને મોરક્કોમાં થયું હતું. આ બાદ ટાઇગર 3 માટે મેકર્સનો પ્લાન બદલી ગયો છે. કોરોનાની મહામારીને જોતા આ ફિલ્મનું શુટીંગ યશરાજ ફિલ્મ્સે ભારતમાં જ કરવાનું વિચાર્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ જલ્દી જ શરૂ થશે.

સલમાન ખાન આ દિવસોમાં સતત પોતાની ફિલ્મ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યાં આ વર્ષ અને 2022 એ સલમાન ખાનની ફિલ્મોનું વર્ષ છે. આ વર્ષે ઈદના દિવસે સલમાન ખાન તેની ફિલ્મ રાધે સિનેમાઘરોમાં રિલીઝ કરશે. આ ફિલ્મોના શૂટિંગ બાદ સલમાન ખાન ટાઇગર 3 નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને આ ફિલ્મ માટે ડિરેક્ટર મનીષ શર્માને માર્ચની બધી તારીખો આપી દીધી છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મનીષ શર્મા સલમાન ખાન સાથે દુબઇ જતા પહેલા મુંબઈમાં શૂટિંગ કરશે. આ ફિલ્મમાં પણ સલમાન ખાન રો એજન્ટની ભૂમિકા નિભાવતો જોવા મળશે. મનીષ શર્મા સલમાન ખાન સાથે આ ફિલ્મ કરવામાં ખૂબ ઉત્સાહિત છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati