Mumbai: બોલિવૂડમાં ફરી કોરોનાની એન્ટ્રી ! આ બોલિવૂડ અભિનેત્રી થઈ કોરોના સંક્રમિત

કાજોલની બહેન તનિષા મુખર્જીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યુ છે કે તે કોરોના સંક્રમિત થઈ છે. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, 'હાય, હું કોવિડ પોઝિટીવ મળી આવી છું અને જરૂર મુજબ આઈસોલેટ થઈશ.'

Mumbai: બોલિવૂડમાં ફરી કોરોનાની એન્ટ્રી ! આ બોલિવૂડ અભિનેત્રી થઈ કોરોના સંક્રમિત
Tanishaa Mukerji

Mumbai: દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. જેને પગલે દેશ મહામારીમાંથી બહાર આવવા લાગ્યો છે અને લોકોનું જીવન પણ પાટા પર આવવાનું શરૂ થયું છે, ત્યારે ફરી એકવાર કોરોનાએ (Corona) માથુ ઉંચક્યુ છે. આ સાથે કોરોનાએ ફરી એકવાર બોલિવુડમાં (Bollywood) પગપેસારો કર્યો છે.

તનિષાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી

કાજોલની બહેન તનિષા મુખર્જીએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર માહિતી આપી હતી કે તે કોરોના સંક્રમિત થઈ છે. તેમણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું ‘હાય, હું કોવિડ પોઝિટીવ મળી આવી છું અને જરૂર મુજબ આઈસોલેટ થઈશ.’ સ્ટોરી જોઈને તેના ફેન્સ પણ ખૂબ જ દુ:ખી થયા છે. ચાહકો હાલ તનિષાના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં અભિનેતા કમલ હાસન (Kamal Hasan) પણ કોવિડ પોઝિટિવ થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

તનિષા ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે

તનિષાની માતા તનુજા (Tanuja) તેના સમયની ટોચની અભિનેત્રી રહી છે અને મોટી બહેન કાજોલે (Kajol Mukerji) પણ બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે, ત્યારે તેની સરખામણીમાં તનિષાની અભિનય કારકિર્દી ફ્લોપ રહી છે. વર્ષ 2003માં બોલિવૂડમાં એન્ટ્રી કરનાર તનિષાએ નીલ એન નિક્કી, સરકાર, સરકાર રાજ અને ટેંગો ચાર્લી જેવી ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

પરંતુ તે પોતાના કામથી ચાહકોને વધારે પ્રભાવિત કરી શકી નહીં. ઘણા સમયથી તે એક્ટિંગની દુનિયાથી દૂર જોવા મળી હતી, પરંતુ હવે તે ફરી એકવાર સિલ્વર સ્ક્રીન (Silver Screen) પર પરત ફરવાની તૈયારી કરી રહી છે. તે ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ ‘કોડનેમ અબ્દુલ’માં જોવા મળશે.

બિગ બોસમાં તેમની એક્ટર અરમાન કોહલી સાથે ઘણી ચર્ચા થઈ

તનિષા અભિનયથી બોલિવુડમાં પોતાની ઓળખ બનાવી શકી નથી. પરંતુ સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 7માં (Bigg Boss) તે એક્ટર અરમાન કોહલીને લઈને ઘણી ચર્ચામાં હતી. બંનેની લવ સિક્વન્સે શોને ખૂબ જ હાઈ TRP આપી હતી, જો કે તેની બહેન કાજોલ અને સાળા અજય દેવગણે આ સંબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તનિષાએ અરમાન સાથે બ્રેકઅપ કર્યુ હતુ. જો કે અરમાનનો ગુસ્સો અને ઝઘડો આ બ્રેકઅપનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : વિજય દેવરકોંડાએ અનન્યા પાંડે સાથેની તસવીર શેર કરીને લખી આ વાત, લોસ એન્જલસમાં થઈ રહ્યું છે ‘લાઈગર’નું શૂટિંગ

આ પણ વાંચો : ’83’ New Poster: વર્લ્ડ કપમાં પ્રથમ ઐતિહાસિક જીતની ઉજવણી કરતી જોવા મળી ભારતીય ક્રિકેટ ટીમ, રણવીરનો જોરદાર લુક આવ્યો સામે

  • Follow us on Facebook

Published On - 6:45 pm, Sun, 28 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati