Christmas special: આ ફિલ્મોમાં જોવા મળી ક્રિસમસની ઉજવણી, દર્શકોને પણ ખુબ મજા આવી

ક્રિસમસ 2021 ના ​​અવસર પર, અમે બોલીવુડની તે ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ જેમાં ક્રિસમસના અમુક સીન જોવા મળ્યા અને દર્શકોએ પણ તેનો ઘણો આનંદ લીધો હતો.

Christmas special: આ ફિલ્મોમાં જોવા મળી ક્રિસમસની ઉજવણી, દર્શકોને પણ ખુબ મજા આવી
Christmas special bollywood film
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 1:37 PM

Christmas special: દિવાળી, હોળી, કરવા ચોથ અને ઈદ જેવા તહેવારો બોલીવુડ ફિલ્મો (Bollywood movie)માં ઘણી વખત દર્શાવવામાં આવ્યા છે.જેમાં તેમના મનપસંદ કલાકારો પણ જોવા મળ્યા હતા અને તેથી તહેવારની ખુશીઓ વધુ વધી જાય છે. પરંતુ બોલિવૂડમાં નાતાલ (Christmas)ના તહેવારને અન્ય તહેવારોની જેમ આવરી લેવામાં આવ્યા નથી. પરંતુ કેટલાક પ્રસંગો એવા છે જેમાં ક્રિસમસ થીમ પર સિક્વન્સ રાખવામાં આવ્યા છે. ક્રિસમસ 2021 (Christmas 2021) પર, અમે બોલીવુડ(Bollywood)ની તે ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ જેમાં ક્રિસમસની ઉજવણી જોવા મળી હતી અને દર્શકોએ પણ તેનો ઘણો આનંદ લીધો હતો.

શાનદાર (1974)

સંજીવ કુમારની આ ફિલ્મમાં ક્રિસમસ પર થીમ સોંગ હતું જે ક્રિસમસ પર આધારિત હતું. આમાં સંજીવ કુમાર સાન્તાક્લોઝના રોલમાં જોવા મળ્યા હતા અને તેમણે નાના બાળકો સાથે પરફોર્મ કર્યું હતું. આ ફિલ્મમાં જીંગલ બેલ ગીતનું હિન્દી વર્જન પણ હતું જે કિશોર કુમારે ગાયું હતું. જેણે આ ફિલ્મ જોઈ છેઆજે પણ તેઓ આ ફિલ્મના આ સુંદર દ્રશ્યને ભૂલી શકતા નથી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

એક મે ઔર એક તૂં (2010)

સકુન બત્રાની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં કરીના કપૂર અને ઈમરાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે લાસ વેગાસમાં ક્રિસમસ કેવી રીતે ઉજવવામાં આવે છે. ફિલ્મનો મુખ્ય સ્લોટ પણ ક્રિસમસ સાથે સંબંધિત હતો. ફિલ્મનું ટાઈટલ ટ્રેક પણ ક્રિસમસ સાથે સંબંધિત હતું. ચાહકોને પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી.

અંજના અંજની (2010)

2010માં બીજી એક ફિલ્મ એવી રીતે આવી કે જેણે ક્રિસમસને લઈને ચાહકોની રુચિ વધારી દીધી. તે સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હતી. જો કે આ ફિલ્મ ક્રિસમસ ડે સાથે સીધો સંબંધ ધરાવતી ન હતી, પરંતુ ફોટોગ્રાફી જે દરમિયાન થઈ ત્યારે ક્રિસમસ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. ન્યુયોર્ક જેવી જગ્યાએ લોકો ક્રિસમસ કેવી રીતે ઉજવે છે તે આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં ઘણી જગ્યાએ, તમને ક્રિસમસની ઉજવણી, સજાવટ અને લાઇટ્સની ઝલક જોવા મળશે, જે તમને ગમશે.

2 સ્ટેટ્સ (2014)-

આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની ફિલ્મ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ ચેતન ભગતની નવલકથા પર રિલીઝ થઈ હતી, જેમાં ક્રિશ અને અનન્યાની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. ફિલ્મમાં ક્રિસમસની વધુ સિક્વન્સ નથી, પરંતુ એક ગીતનું સિક્વન્સ હતું જેમાં કૉલેજના તહેવારો સાથે ક્રિસમસની ઉજવણી પણ બતાવવામાં આવી હતી.

દિલવાલે (2015)

રોહિત શેટ્ટીની ફિલ્મમાં પણ ક્રિસમસ સેલિબ્રેશન બતાવવામાં આવ્યું હતું. જેમાં વીર અને ઈશિતાની લવસ્ટોરી બતાવવામાં આવી હતી. વીરના રોલમાં વરુણ ધવન અને ઈશિતાના રોલમાં કૃતિ સેનન હતી. વીર તેની ક્રશ ઈશિતાને ક્રિસમસના દિવસે પ્રપોઝ કરવાનું નક્કી કરે છે. વીર ઇશિતાને ચર્ચની સામે પ્રપોઝ પણ કરે છે.આ રોમેન્ટિક સીન ખૂબ જ સારી રીતે શૂટ કરવામાં આવ્યો હતો. આ સિવાય ફિલ્મમાં ક્રિસમસ થીમ પર પ્રીતમ દા દ્વારા એક રોમેન્ટિક ટ્યુન પણ હતી.

આ પણ વાંચો : અટલ બિહારી વાજપેયી અલગ-અલગ પ્રદેશોમાંથી 10 વખત લોકસભા પહોંચ્યા હતા, PM મોદી અને અમિત શાહે તેમની જન્મજયંતિ પર આ રીતે યાદ કર્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">