ફાટેલી જિન્સ પર ટ્રોલ થઈ ચિત્રાંશી કહ્યું – તિરથસિંહ રાવત મારા પિતા પણ ઉત્તરાખંડના સીએમ નથી

અભિનેત્રી ચિત્રાંશી રાવત... તમને યાદ નહીં હોય કે તેઓ કોણ છે. 'ચક દે ઈન્ડિયા'ના કોમલ ચૌટાલા યાદ હશે. ચિત્રાંશી રાવત ફાટેલ જીન્સની તસ્વીર સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે.

ફાટેલી જિન્સ પર ટ્રોલ થઈ ચિત્રાંશી કહ્યું - તિરથસિંહ રાવત મારા પિતા પણ ઉત્તરાખંડના સીએમ નથી
Chitrashi Rawat
Hiren Buddhdev

| Edited By: Bhavesh Bhatti

Mar 20, 2021 | 12:46 PM

અભિનેત્રી ચિત્રાંશી રાવત … તમને યાદ નહીં હોય કે તેઓ કોણ છે, ચાલો આપણે તેમના બીજા અને વધુ પરિચિત પરિચય વિશે વાત કરીએ. તમને ‘ચક દે ઈન્ડિયા’ના કોમલ ચૌટાલા યાદ હશે. ચિત્રાંશી રાવત ફાટેલ જીન્સની તસ્વીર સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે.

ટ્રોલ થવાનું કારણ ચોંકાવનારુ છે

ટ્રોલિંગનું કારણ સાંભળીને તમે ચોંકી જશો. ખરેખર, તેમના પિતાનું નામ તિરથસિંહ રાવત છે અને સોશ્યલ મીડિયા યુઝર્સને લાગે છે કે, તે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિરથસિંહ રાવતની પુત્રી છે. જો કે, આ સાચું નથી, ફક્ત તેમના પિતા અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનનું નામ સમાન છે. ચિત્રાંશી પણ ઉત્તરાખંડની છે અને તે રાજ્ય હોકી ટીમનો ભાગ પણ રહી ચૂકી છે.

ચિત્રાંશીએ કહ્યું, આ માત્ર એક સંયોગ છે

ફાટેલી જીન્સ પહેરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા પર ચિત્રાંશીએ વાતચીતમાં કહ્યું હતું કે, ફાટેલી જિન્સમાં મારો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હું ઉત્તરાખંડના સીએમની પુત્રી છું. તે સાચું છે કે મારા પિતાનું નામ તિરથસિંહ રાવત છે, પરંતુ તે એક સંયોગ છે. મારે મુખ્યમંત્રી સાથે કંઈ લેવાદેવા નથી.’

વિવાદ વધતો જોઈને માંગી માફી

મુખ્યમંત્રીના આ નિવેદન પર આકરા પ્રત્યાઘાત પડ્યા હતા અને લોકોએ ઘણો વિરોધ કર્યો હતો. વિવાદ વધતો જોઈને મુખ્ય પ્રધાન રાવતે કહ્યું કે, કપડાં અંગેની મારી ટિપ્પણી ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ પર કેન્દ્રિત છે, મારો હેતું કોઈનું અપમાન કરવાનો નથી. તેમણે કહ્યું, ‘માતૃશક્તિ માટે આદર હંમેશા મારા માટે સર્વોચ્ચ રહ્યું છે. આ હોવા છતાં, મારા નિવેદનથી કોઈની લાગણી દુભાય છે, તેથી હું તેના માટે માફી માંગું છું. દરેક વ્યક્તિ પોતાની પસંદના કપડાં પહેરવા સ્વતંત્ર છે.’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati