Chandigarh Kare Aashiqui Trailer: શું જીમમાં શરૂ થયેલો પ્રેમ થઈ જશે ત્યાં જ ખતમ? આયુષ્માન અને વાણીની ફિલ્મનું રસપ્રદ છે ટ્રેલર

આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની આ ફિલ્મનું ટ્રેલર (Chandigarh Kare Aashiqui Trailer Out) મનોરંજક છે. એમાં ઈમોશન છે, ડ્રામા છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું છે.

Chandigarh Kare Aashiqui Trailer: શું જીમમાં શરૂ થયેલો પ્રેમ થઈ જશે ત્યાં જ ખતમ? આયુષ્માન અને વાણીની ફિલ્મનું રસપ્રદ છે ટ્રેલર
ayushmann khurrana, Vani Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 10:35 PM

આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની આગામી ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’નું ટ્રેલર (Chandigarh Kare Aashiqui Trailer) આજે રિલીઝ કરવામાં આવ્યું હતું, જે જોવામાં ખૂબ જ રસપ્રદ લાગે છે અને ફિલ્મ પ્રત્યે દર્શકોની ઉત્સુકતા પણ વધારે છે. ટ્રેલર જોયા પછી દર્શકો આયુષ્માન ખુરાનાથી નિરાશ નહીં થાય, કારણ કે તેને જોઈને લાગે છે કે ફિલ્મ ખૂબ જ મનોરંજક બનવાની છે.

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સામે વાણી કપૂર (Vaani Kapoor) છે, જેની સાથે આયુષ્માનનો પ્રેમ જીમમાં શરૂ થાય છે, પરંતુ આ લવસ્ટોરી જીમમાં પૂરી ન થઈ જાય, તેના માટે ફિલ્મની રાહ જોવી પડશે. આયુષ્માન અને વાણીની ફિલ્મ 10 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો આયુષ્માન ખુરાનાને વેઈટ-લિફ્ટિંગ ચેમ્પિયન તરીકે બતાવવામાં આવ્યો છે, જેનું નામ માનવિંદર છે.

કંયાક અધૂરો ન રહી જાય જીમમાં શરૂ થયેલો પ્રેમ?

તે એક સર્ટિફાઈડ ફિટનેસ પ્રોવાઈડર પણ છે, જેનો તે પોતે ટ્રેલરની શરૂઆતમાં પોતાના માટે ઉલ્લેખ કરે છે. આયુષ્માન ખુરાનાએ આ ફિલ્મમાં પોતાનું ધાંસૂ બોડી બતાવ્યું છે, જે દર્શકોએ અગાઉ કોઈ ફિલ્મમાં જોયું નથી. તે એક સામાન્ય જીમ બોય છે, જેની પાછળ તેનાં પરિવારના સભ્યો પડ્યા છે તેના લગ્ન કરાવવા માટે. પરંતુ જ્યાં સુધી તે ફિટનેસની લાઈનમાં કંઈક ન બની જાય ત્યાં સુધી તે લગ્ન કરવા માંગતો નથી.

જો કે, તેના જીવનમાં ઉથલપાથલ થાય છે જ્યારે જીમમાં એન્ટ્રી થાય છે માનવી બરાર ઉર્ફે વાણી કપૂરની. માનવી જીમમાં ઝુમ્બા ટ્રેનર તરીકે કામ કરવાનું શરૂ કરે છે અને પછી માનવીન્દર અને માનવી વચ્ચે અફેર શરૂ થાય છે. બંને એકબીજાને પ્રેમ કરવા લાગે છે. કમનસીબે, જ્યારે માનવીન્દર માનવીને પ્રપોઝ કરે છે ત્યારે જીવનમાં એક મોટો યુ-ટર્ન આવે છે. માનવી સાથે જોડાયેલું એક રહસ્ય છે, જેને જાણ્યા પછી માનવીન્દર તેને સ્વીકારી શકતો નથી, તે છે માનવીનું જેન્ડર. જોકે, ટ્રેલરમાં આ મુદ્દાની સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મમાં ચંડીગઢને ટચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ ફિલ્મમેકર્સ આમાં કેટલા સફળ થાય છે તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. હમણાં માટે ટ્રેલર મનોરંજક છે. એમાં ઈમોશન છે, ડ્રામા છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂર દ્વારા કરવામાં આવ્યું છે અને ટી-સિરીઝ અને ગાઈ ઈન ધ સ્કાય પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત છે.

આ પણ વાંચો :- ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવવા પર Salman Khanએ બતાવ્યો એટિટ્યૂડ, કહી દીધું દૂર રહેવાનું

આ પણ વાંચો :- PHOTOS: રણબીર કપૂર અને નીતુ સિંહ સાથે તેના નવા ઘરની તપાસ લેવા પહોંચી આલિયા ભટ્ટ, કર્મચારીઓને સલાહ આપતી જોવા મળી

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">