Cannes Film Festival 2022 : પૂજા હેગડે તેના ડેબ્યૂ માટે તૈયાર, આંતરરાષ્ટ્રીય સેરેમનીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 અનેક કારણોસર ખાસ બનવા જઈ રહ્યો છે. કારણ કે પૂજા હેગડે, દીપિકા પાદુકોણ (Deepika Padukone) સહિત અનેક લોકપ્રિય બૉલીવુડ હસ્તી ફ્રેન્ચ રિવેરાનાં રેડ કાર્પેટ પર કેટ વોક કરતા જોવા મળશે.

Cannes Film Festival 2022 : પૂજા હેગડે તેના ડેબ્યૂ માટે તૈયાર, આંતરરાષ્ટ્રીય સેરેમનીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Pooja Hegde (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 4:09 PM

કોવિડ-19 મહામારીના (Covid-19) 2 વર્ષ બાદ વિશ્વની સૌથી લોકપ્રિય સિનેમા ઇવેન્ટ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ (Cannes Film Festival 2022) હવે યોજવા જય રહ્યો છે. જેમાં આ વર્ષે અનેક લોકપ્રિય બૉલીવુડ સેલેબ્રિટીઝ (Bollywood) પણ હાજરી આપશે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર, નવાઝુદ્દીન સિદ્દીકી અને તમન્ના ભાટિયા જેવા બોલિવૂડ સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ વર્ષે લોકપ્રિય અભિનેત્રી પૂજા હેગડે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કેટવોક કરવા જઈ રહી છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરવા માટે પૂજા હેગડે સૌપ્રથમ વાર કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી મોટી ઇવેન્ટમાં જોવા મળશે.

તાજેતરમાં, સાઉથ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ ‘રાધે શ્યામ’માં પોતાના શાનદાર અભિનયથી અનેક ચાહકોને મંત્રમુગ્ધ કરનારી અભિનેત્રી પૂજા હેગડે પણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે તૈયાર છે. ‘આલા વૈકુંઠપુરમુલુ’ ફેમ સ્ટાર આગામી તા.16 મેના રોજ ફ્રાન્સ જવા નીકળશે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

મીડિયા અહેવાલો અનુસાર, અભિનેત્રી આગામી તા. 17-18 મેના રોજ વૈશ્વિક ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે. ત્યારબાદ તેણી કાન્સ ફિલ્મ આફ્ટર પાર્ટીમાં પણ હાજર રહેશે. જેમાં વિશ્વના કેટલાક સૌથી પ્રખ્યાત કલાકારો આ પાર્ટીને હોસ્ટ કરશે.

પૂજા હેગડે કાન્સ 2022ની રેડ કાર્પેટની શોભા વધારશે

અભિનેત્રીએ ટ્વિટર પર એક વિશેષ પોસ્ટ સાથે ગાલા ઇવેન્ટમાં તેના ડેબ્યુની પુષ્ટિ કરી છે. રેડ કાર્પેટ પર ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના તેના ‘સન્માન’ વ્યક્ત કરતી વખતે અભિનેત્રીએ એક સમાચાર પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેણીએ આ પોસ્ટને કેપ્શન આપ્યું અને લખ્યું છે કે, “ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે હંમેશા સન્માનિત અનુભુતિત કરીશ. #onwardsandupwards #Cannes2022.”

જો કે, તેણીએ હજુ સુધી એ જાહેરાત નથી કરી કે, તેણી આ બિગ ઇવેન્ટ માટે ક્યા ફેશન ડિઝાઈનરનું આઉટફિટ પસંદ કરશે…

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

PTIના અહેવાલ મુજબ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલીક મોટી હસ્તીઓની હાજરી જોવા મળશે. અક્ષય કુમાર, જે તેની અપકમિંગ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘પૃથ્વીરાજ’ની રિલીઝ માટે તૈયાર છે, તે રેડ કાર્પેટ પર જોવા મળશે. લોકપ્રિય સંગીત ઉસ્તાદ એ.આર. રહેમાન પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ ઉપરાંત, ફિલ્મ નિર્માતા શેખર કપૂર પણ 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે રેડ કાર્પેટ પર ચાલશે. આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના નિર્ણાયક સભ્યોના નામોમાં અભિનેત્રી દીપિકા પાદુકોણનો ઉમેરો થયો છે. તે ભારત માટે એક ગર્વની ક્ષણ હતી.

ANIના અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરેએ આ મહાન ફિલ્મ ફેસ્ટિવલના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ”ભારત જે વિશ્વના સૌથી મોટા ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાય છે, આપણા મનોરંજન ઉદ્યોગના ઘણા લોકો આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. અમારું ધ્યાન ભારતને વિશ્વના અગ્રણી કન્ટેન્ટ સર્જક તરીકે રજૂ કરવાનું રહેશે. અમે કાન્સમાં એવી ફિલ્મો બતાવીશું જેનું કન્ટેન્ટ ભારતની તાકાત દર્શાવે છે.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">