દિયર સન્ની કૌશલે ભાભી કેટરીના કૈફ વિશે જણાવી આ આશ્ચર્યજનક વાત

દિયર સન્ની કૌશલે ભાભી કેટરીના કૈફ વિશે જણાવી આ આશ્ચર્યજનક વાત
Katrina Kaif with Sunny Kaushal & Other Friends Viral Image

કેટરીના કૈફ અને વિકી કૌશલ એ અત્યારે બોલિવુડના સૌથી ચર્ચાસ્પદ સ્ટાર કપલમાંના એક ગણાય છે. લોકો તે બંનેને એકસાથે જાહેરમાં જોવા માટે ખુબ જ તરસી જાય છે. આ બંને કલાકારોએ તેમની રિલેશનશિપ વિશે હંમેશા મૌન સેવી રાખ્યું હોય છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 31, 2022 | 5:40 PM

કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) એ અત્યારે બોલીવુડના સૌથી ક્યૂટેસ્ટ સ્ટાર કપલ માનવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે કેટરીના કૈફે ગયા વર્ષે ડિસેમ્બરમાં વિકી કૌશલ સાથે એક ભવ્ય પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. જેમાં માત્ર પરિવારના સભ્યોએ જ હાજરી આપી હતી. તાજેતરમાં વિકીના ભાઈ અને અભિનેતા સની કૌશલે (Sunny Kaushal) તેની ભાભી કેટરીના કૈફ વિશે આ આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો. વિકી કૌશલના સમગ્ર પરિવાર સાથે કેટરીના અત્યારે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ છે અને તેના આ બોન્ડને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

કેટરિના કૈફ અને વિકી કૌશલ દરેક લોકોને તેમની ક્યુટનેસ પર ફિદા થવા માટે જાણે કે મજબુર કરી રહ્યા છે. જો કે, આ સ્ટાર કપલે તેમની રિલેશનશિપ હંમેશા પ્રાઈવેટ રાખી હોવા છતાં પણ તેમના રેર અપિરિયન્સથી ‘વીકકેટ શીપર્સ’ ખુબ જ ખુશખુશાલ થઈ જાય છે. અત્યારે કેટરિના કૈફ તેની વર્ક લાઈફ અને ફેમિલી લાઈફને મેનેજ કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં તેના દિયર અને અભિનેતા સની કૌશલે એક ઈન્ટરવ્યુમાં કેટરિના કૈફ તેમના પરિવારના નવા સભ્ય બનતા શું શું ફેરફારો આવ્યા છે તેના વિશે આ વાત જણાવી હતી.

સનીએ એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે ”અત્યારે બધું જ શાનદાર રીતે ચાલી રહ્યું છે. તેણે કેટરિનાને સકારાત્મક વ્યક્તિ ગણાવી હતી. અભિનેતાએ ખુલાસો કર્યો કે તેઓ ક્યારેય ઘરે કામની ચર્ચા કરતા નથી. કેટરીના તેમના ઘરમાં એક ખૂબ જ સકારાત્મક ઉર્જા લાવે છે. પરિવારમાં નવો સભ્ય મેળવવો એ ખૂબ જ સરસ અનુભૂતિ છે. તે ખૂબ જ ગ્રાઉન્ડેડ છે. તેને જરા પણ અભિમાન નથી.”

અમે તમને જણાવી દઈએ કે ‘વિકકેટ’ના બહુચર્ચિત લગ્નના મહિનાઓ પહેલાં સન્ની કૌશલે કેટરિના કૈફ અને વિકી એકબીજાને ડેટ કરી રહ્યાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. સનીએ આ મુલાકાત દરમિયાન આગળ ઉમેર્યું હતું કે, અગાઉ જ્યારે તે કેટરિનાને જાણતો ન હતો, ત્યારે તે તેના પર અભિભૂત થઈ જતો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટરિનાએ તેની ‘પહેલી રસોઈ’ના ભાગ રૂપે બનાવેલો હલવો ચાખ્યો હતો કે કેમ, તો સનીએ ખુલાસો કર્યો કે તેણે આ હલવો ચાખ્યો હતો, જે ખુબ જ સ્વાદિષ્ટ હતો. કેટરિના, વિકી અને સની જ્યારે પણ સાથે સમય મેળવે છે, ત્યારે તેમના પરિવાર સાથે ડિનર ડેટ પર જોવા મળતા હોય છે.

જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના કૈફ હવે સલમાન ખાનની સામે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે.  આ ઉપરાંત કેટરીના કૈફ સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ‘ફોન ભૂત’ ફિલ્મમાં પણ જોવા મળશે. જ્યારે દિયર સનીની ‘હર્દાંગ’ ફિલ્મ આગામી તા. 08/04/2022ના રિલીઝ થઈ રહી છે. તેમાં નુસરત ભરુચા, વિજય વર્મા પણ જોવા મળશે.

આ પણ વાંચો – કેટરીના કૈફ અને વિકી કૌશલે ફરહાન અખ્તરની પાર્ટીમાં લગાવી આગ – જુઓ વાયરલ વિડીયો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati