શ્રદ્ધા કપૂર સાથે બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠની આવી પહેલી પ્રતિક્રિયા, જાણો અહીંયા

શ્રદ્ધા કપૂર સાથે બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠની આવી પહેલી પ્રતિક્રિયા, જાણો અહીંયા
Shraddha Kapoor & Rohan Shreshtha's File Photo

શ્રદ્ધા કપૂર એ બોલીવુડની એક એવી સેલેબ્રીટી છે, કે પોતાના અંગત સંબંધો વિષે જાહેરમાં ક્યારેક જ બોલવાનું પસંદ કરે છે. તાજેતરમાં અભિનેત્રી શ્રધ્ધા કપૂરનું તેના બોયફ્રેન્ડ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ જોડે બ્રેકઅપ થયાના સમાચારો વહેતા થયા છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 26, 2022 | 9:31 PM

બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો (Shraddha Kapoor) બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ (Rohan Shreshtha) એક ફેમસ ફોટોગ્રાફર છે. તમને જણાવી દઈએ કે, રોહન શ્રેષ્ઠને શ્રદ્ધા કપૂરના પરિવારના સભ્યો ખૂબ પસંદ કરે છે. જયારે તેમના લગ્નના સમાચાર ફેલાયા હતા ત્યારે શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે (Shakti Kapoor) કહ્યું હતું કે જો તેઓ બંને લગ્ન કરવા માંગતા હોય તો તેઓ ખૂબ જ ખુશ થશે. જો કે, સમાચારો મુજબ, આ સ્ટાર કપલે તાજેતરમાં જ બ્રેકઅપ કરી લીધું છે. આ સમાચારથી તેમના ફેન્સ ખુબ જ ઉદાસ છે.

શ્રદ્ધા કપૂર અને સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન વચ્ચેના સંબંધોના અંતના સમાચાર હાલમાં ચર્ચામાં છે. લગભગ 4 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. આ કપલના બ્રેકઅપના સમાચાર સાંભળીને તેમના ફેન્સને પણ મોટો આંચકો લાગ્યો છે અને તેઓ પણ આશ્ચર્યચકિત છે કે આ કપલે અચાનક અલગ પડવાનો નિર્ણય કેમ લીધો? જો કે અત્યાર સુધી શ્રદ્ધા કપૂરે આ ખબરો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ એક્સ બોયફ્રેન્ડ રોહને હવે આ બ્રેકઅપ પર પ્રતિક્રિયા આપી છે.

અંગત જીવનની ચર્ચા કરવી પસંદ નથી

અમે તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર અને રોહને અત્યાર સુધી પોતાના સંબંધોને એકદમ ગુપ્ત રાખ્યા હતા અને પ્રેમમાં હોવાની વાતને ક્યારેય સ્વીકારી ન હતી, પરંતુ બંને ઘણીવાર પાર્ટી, રજાઓ અને આઉટિંગમાં સાથે જોવા મળ્યા હતા અને તેઓ બંને લગ્ન પણ કરવાના હતા. પરંતુ હવે જ્યારે બ્રેકઅપની ખબરો સામે આવી છે, ત્યારે રોહને જણાવ્યું છે કે હું મારા અંગત જીવન વિશે વાત કરતો નથી અને મને ક્યારેય તેમાં રસ નથી. હાલમાં બંનેના બ્રેકઅપનું કોઈપણ કારણ બહાર આવ્યું નથી.

બંનેના લગ્ન પર શક્તિ કપૂરે મોટી વાત કહી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા કપૂરનો બોયફ્રેન્ડ રોહન એક ફેમસ ફોટોગ્રાફર છે. તેઓ પ્રાઇવેટ ડેસ્ટિનેશન પર ઘણીવાર વેકેશન પણ મનાવતા હોવાની તસવીરો વાયરલ થઇ હતી. થોડા સમય પૂર્વે શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, અમે સૌ પરિવારજનો શ્રદ્ધા અને રોહનના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત છીએ. તેઓ બંને નજીકના ભવિષ્યમાં લગ્ન કરે એવી અમારી દિલથી ઈચ્છા છે.

બર્થડે પાર્ટીમાં હાજરી આપી ન હતી

તમને જણાવી દઈએ કે, રોહને તાજેતરમાં જ શ્રદ્ધાના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી ન હતી. જ્યારે આ સમય દરમિયાન તે તેના કામથી સંપૂર્ણપણે મુક્ત હતો. સૂત્રોના મત અનુસાર, બંને વચ્ચે જાન્યુઆરી 2022થી તણાવ ચાલી રહ્યો હતો અને ફેબ્રુઆરીમાં બંનેએ સાથે મળીને અલગ થવાનો નિર્ણય લીધો હતો. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં શ્રદ્ધા કપૂર રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે લવ રંજનની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો – લિજેન્ડની બાયોપિકમાં મીના કુમારીનો રોલ કરશે ક્રિતી સેનન ? જાણો સંપૂર્ણ વિગતો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati