‘KGF ચૅપ્ટર 2’ ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની, જાણો કેટલા કરોડની કલબમાં જોડાઈ??

'KGF ચૅપ્ટર 2' ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની, જાણો કેટલા કરોડની કલબમાં જોડાઈ??
KGF Chapter 2 Film (File Photo)
Image Credit source: Instagram

ટોલીવુડ (Tollywood) સુપરસ્ટાર યશ સ્ટારર ફિલ્મ KGF ચેપ્ટર 2એ બોક્સ ઓફિસ પર આજે રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તે હવે ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ચુકી છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

May 12, 2022 | 9:18 AM

KGF ચેપ્ટર 2 ફિલ્મે વિશ્વભરમાં 1160 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. KGF ચેપ્ટર 2ની (KGF Chapter 2) રિલીઝના બોક્સ ઓફિસ કલેક્શન (Box Office Collection) દિવસ 27ના રોજ પણ સતત ધૂમ મચાવી રહી છે. પ્રશાંત નીલ દિગ્દર્શિત આ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રેક્ષકો પાસેથી ઘણો જ પ્રેમ મેળવ્યો છે. ગત તા. 14 એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારથી અત્યાર સુધીની રેકોર્ડબ્રેકીંગ કમાણી કરી છે. આજે તમામ જુના રેકોર્ડ્સ વટાવીને, યશ સ્ટારર (Superstar Yash) ફિલ્મ બોક્સ ઑફિસ પર એક ભવ્ય સફળતા સાબિત થઈ છે.

આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં લગભગ રૂ. 958 કરોડની કમાણી કરી છે, અને રૂ. 1000 કરોડ સુધી પહોંચી ચુકી છે.  આ ફિલ્મ વૈશ્વિક સ્તરે રૂ. 1200 કરોડ તરફ આગળ વધી રહી છે. હવે ફિલ્મનું વૈશ્વિક કલેક્શન 1160 કરોડ રૂપિયાથી વધુ થઇ ચૂક્યું છે. આમિર ખાનની દંગલ અને એસએસ રાજામૌલીની બાહુબલી પછી ભારતની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર બનવાથી લઈને દક્ષિણ કોરિયામાં પ્રદર્શિત થનારી પ્રથમ કન્નડ ફિલ્મ બનવા સુધી આ ક્રાઈમ ડ્રામાએ લોકો પર પોતાનો જાદુ ફેલાવવાનું ચાલુ રાખ્યું છે.

મલ્ટિવર્સ ઓફ મેડનેસમાં માર્વેલની ડોક્ટર સ્ટ્રેન્જ રિલીઝ થયા પછી પણ, KGF 2એ લોકો પર તેની મજબૂત પકડ જમાવી રાખી છે. લોકપ્રિય ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર જઈને કલેક્શન શેર કર્યું છે. તેણે લખ્યું છે કે, “#KGF2 સ્ક્રીન/શોમાં ઘટાડો કરવા છતાં, મોટા પાયે નુકસાનના કોઈ ચિહ્નો દેખાતા નથી… #Hollywood જાયન્ટ #DoctorStrange માટે સખત પ્રતિસ્પર્ધી સાબિત થાય છે… (અઠવાડિયું 4) શુક્રવારે 3.85 કરોડ, શનિવારે 4.75 કરોડ, રવિવારે 6.25 કરોડ… કુલ: ₹ 412.80 કરોડ. #India biz.”

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

ફિલ્મ વેપાર વિશ્લેષક મનોબાલા વિજયબાલનના જણાવ્યા મુજબ, KGF ચેપ્ટર 2એ વિશ્વભરમાં રૂ. 1160 કરોડના માઈલસ્ટોનને વટાવી દીધું છે અને બોક્સ ઓફિસ પર હજુ પણ તેની લોકપ્રિયતા જારી છે.

આ ફિલ્મે દક્ષિણ ભારતમાં થલાપથિ વિજયની ફિલ્મ ‘બીસ્ટ’ના પણ ઘણા રેકોર્ડસ તોડ્યા છે. તેણે કર્ણાટકમાં રૂ. 164 કરોડ અને તમિલનાડુમાં રૂ. 100 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટમાં જાહેરાત કરી છે કે, “તામિલનાડુમાં 2022 તમિલ ન્યૂ યર બોક્સ ઓફિસ વિનર! #KGFCchapter2એ અશક્ય પડાવ હાંસલ કર્યો છે.”

પ્રશાંત નીલ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મમાં બોલીવુડ અભિનેતા સંજય દત્ત અને રવિના ટંડન પણ ચમક્યા છે. તે કન્નડ બ્લોકબસ્ટર ‘KGF: ચેપ્ટર 1’ ફિલ્મનું ફોલો-અપ છે. મુખ્ય ભૂમિકામાં યશને ચમકાવતા, પ્રથમ ભાગનું વર્ણન એક અંડરડોગની ભૂમિકાને અનુસરે છે, જે પાછળથી એક ખતરનાક ગેંગસ્ટર બની જાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati