સોનાક્ષી સિંહા સાથે ડેટિંગના સમાચાર પર ઝહીર ઈકબાલે આપી પ્રતિક્રિયા, કર્યો આ ખુલાસો

હવે ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહા સાથેના સંબંધોના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેણે કહ્યું છે કે, લોકો શું કહે છે તેની તેને બિલકુલ પરવા નથી. આ મામલે સલમાન ખાને (Salman Khan) તેને એક સલાહ પણ આપી હતી.

સોનાક્ષી સિંહા સાથે ડેટિંગના સમાચાર પર ઝહીર ઈકબાલે આપી પ્રતિક્રિયા, કર્યો આ ખુલાસો
Zaheer Iqbal reacts to the news of dating Sonakshi Sinha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 4:01 PM

સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તે ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) સાથે રિલેશનશિપમાં છે. જો કે, બંને સ્ટાર્સે આ સમાચાર પર ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. આવી સ્થિતિમાં હવે અભિનેતા ઝહીર ઈકબાલે પોતાનું નામ સોનાક્ષી સિંહા સાથે જોડવાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ ‘નોટબુક’થી (Movie Notebook) પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારા અભિનેતા ઝહીર ઈકબાલે આ સમાચારને માત્ર એક અફવા ગણાવી અને એમ પણ કહ્યું કે, તે આ ડેટિંગ ન્યૂઝના ખોટા સમાચારની જરાય પરવા કરતા નથી. આવી સ્થિતિમાં ઝહીરે પણ કહ્યું કે, સલમાન ભાઈજાને પણ આવી સ્થિતિમાં તેને એક સલાહ આપી હતી.

સોનાક્ષી સિંહા સાથેના રિલેશનશિપના સમાચાર પર અભિનેતાએ શું કહ્યું?

ઝહીર ઈકબાલે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ક્યારથી આ સમાચાર ચાલી રહ્યા છે, આટલો લાંબો સમય થઈ ગયો છે, જ્યારે આ અફવાઓ ઉડી રહી છે. સાચું કહું તો મને તેની બિલકુલ પરવા નથી. જો તમને આનાથી ખુશી મળે તો ઠીક છે. જો તમે આનાથી દુઃખી છો તો હું કંઈ કરી શકતો નથી, તો તમારે તમારી જાતને રોકવી પડશે અને આવું વિચારવાનું બંધ કરવું પડશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સલમાનના ઘોડા સાથે ઝહીર ઈકબાલ!

View this post on Instagram

A post shared by Zaheer Iqbal (@iamzahero)

 સલમાન ખાને આપી સલાહ

ઝહીરે વધુમાં જણાવ્યું કે, સલમાન ખાને તેને કહ્યું હતું કે આ અહેવાલોથી પરેશાન ન થાઓ, પરંતુ શાંત થાઓ. સલમાને તેને સમજાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આ બધું ચાલે છે.

સલમાન સાથે બાળપણની તસવીરમાં ઝહીર

View this post on Instagram

A post shared by Zaheer Iqbal (@iamzahero)

ઝહીરે કહ્યું, રૂમર્સ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. મેં અહીં પગ પણ મૂક્યો ન હતો ત્યારથી મને આ ખબર હતી. મારા મિત્રો સાથે પણ આવું બન્યું છે એટલે એ કોઈ નવી વાત નથી. સલમાન ભાઈએ મને કહ્યું કે, લોકો આમ કહેશે, લખશે પણ. પરંતુ આ બધી બાબતોને બાયપાસ કરીને તમારું કામ કરો.આપને જણાવી દઈએ કે, ઝહીર ઈકબાલ સલમાન ખાનના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. સોનાક્ષી સિંહાને પણ સલમાન ખાને લોન્ચ કરી હતી. સલમાન ખાનના કારણે બંને મિત્રો બન્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">