
વોટ્સએપે (Whatsapp Channel) તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેર્યું છે. આ ફીચરની મદદથી તમે ઘણી સેલિબ્રિટીઝ સાથે કનેક્ટ થઈ શકો છો અને આ માટે તમારે તેમના નંબરની પણ જરૂર નથી. વોટ્સએપ ચેનલ ફીચર વિશે વાત કરી રહ્યા છીએ, જે રોલઆઉટ કરવામાં આવ્યું છે. નવી સુવિધા ધીમે ધીમે તમામ યુઝર્સ સુધી પહોંચી રહી છે. વોટ્સએપ ચેનલ પર સની લિયોન (Sunny Leone) પણ જોડાઈ ગઈ છે. આ સમાચાર લખાયા ત્યાં સુધી એક્ટ્રેસના વોટ્સએપ ચેનલ પર 3.1 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે.
વોટ્સએપ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તમને આ પ્લેટફોર્મ પર ઘણી સુવિધાઓ મળે છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગથી લઈને કોલિંગ, ફોટો શેરિંગ અને હવે ચેનલ્સ. મેટાએ WhatsApp પર એક નવું ફીચર WhatsApp ચેનલ ઉમેર્યું છે. આ ફીચર એકદમ અલગ છે. જ્યારે અત્યાર સુધી તમને WhatsApp પર કોઈને એડ કરવા માટે તેમના નંબરની જરૂર હતી. તમારે ચેનલ પર તેની જરૂર પડશે નહીં. તેનો અર્થ એ કે તમે કોઈપણ વ્યક્તિ સાથે તેમના નંબર વગર પણ કનેક્ટ થઈ શકો છો.
સની લિયોનથી લઈને અન્ય ઘણા પ્રખ્યાત ચહેરાઓ તેઓ હવે WhatsApp ચેનલનો એક ભાગ છે. તેની મદદથી તમે ઘણી સેલિબ્રિટીઝને ફોલો કરી શકો છો. આ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે તમામ યુઝર્સ સુધી પહોંચી રહ્યું છે. આ માટે તમારે તમારું WhatsApp અપડેટ કરવું પડશે.
(VC: Sunny Leone Instagram)
સની લિયોને ચેનલમાં જોડાઈને પહેલી પોસ્ટ કરી હતી કે વેલકમ ટૂ માય વર્લ્ડ ત્યારબાદ તેને એક ડેટિંગ એપ વિશે માહિતી આપી હતી. તેનું કહ્યું હતું કે અને વચન મુજબ હું એક ડેટિંગ એપમાં જોડાઈ છું. જુઓ અને જ્યારે તમે મને શોધો ત્યારે મારા પર રાઈટ સ્વાઈપ કરવાની ખાતરી કરો.
આ પણ વાંચો: Amy Jackson Trolled: આ લુકને કારણે ખરાબ રીતે ટ્રોલ થઈ એમી જેક્સન, નેટીઝન્સને યાદ આવ્યા હોલીવુડ એક્ટર