Viral Video: “With Love, From Cannes” દીપિકા પાદુકોણ ફ્રેન્ચ રિવેરા ખાતે પહોંચી ચુકી છે, ચાહકો સાથે શેયર કર્યો આ મેસેજ

જ્યુરી મેમ્બર તરીકે દીપિકા પાદુકોણની (Deepika Padukone) જાહેરાત કરતા Cannes film festival સમિતિએ તેણીને 'એક સફળ ભારતીય અભિનેત્રી, નિર્માતા, ફિલાન્થ્રોપિસ્ટ અને ઉદ્યોગસાહસિક' તરીકે વર્ણવી હતી.

Viral Video: With Love, From Cannes દીપિકા પાદુકોણ ફ્રેન્ચ રિવેરા ખાતે પહોંચી ચુકી છે, ચાહકો સાથે શેયર કર્યો આ મેસેજ
Deepika Padukone (File Photo) Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 8:03 PM

તાજેતરમાં બૉલીવુડ (Bollywood) સુપરસ્ટાર દીપિકા પાદુકોણ  (Deepika Padukone) ફ્રેન્ચ રિવેરામાંથી એક પોસ્ટ શેયર કરી છે. જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ (Viral video) થઈ રહી છે. લોકપ્રિય અભિનેત્રી, દીપિકા પાદુકોણ, જે 75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, તેણે ફ્રેન્ચ રિવેરામાંથી એક પોસ્ટ શેયર કરી છે. અભિનેત્રીએ પોતાનો એક ક્યૂટ વીડિયો શેયર કર્યો છે, જેમાં તેણી એરપોર્ટ પર પહોંચે છે અને આગળ શું પ્લાન કરશે, તેના વિશે વાત કરી રહી છે. તેણીએ આ Instagram પોસ્ટને કેપ્શન આપ્યું છે કે, “#Cannes2022 @festivaldecannes”.

ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone)

આ વાયરલ થયેલા વીડિયોમાં દીપિકા પાદુકોણ પ્રતિષ્ઠિત ફેશન બ્રાન્ડ લૂઈ વિટનના ડેનિમ-ઓન-ડેનિમ પહેરવેશમાં ખૂબસૂરત દેખાઈ રહી છે. તેણીનો નો-મેકઅપ લૂક દેખાવ દર્શાવતા, અભિનેત્રીએ સનગ્લાસ અને બ્રાઉન હેન્ડબેગ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો.

અમે તમને જણાવી દઈએ કે લોકપ્રિય ફ્રેન્ચ લક્ઝરી ફેશન હાઉસ લુઇ વિટને તાજેતરમાં અભિનેત્રીને તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરી હતી.

દીપિકા પાદુકોણ કેન્સ 2022માં મેઈન જ્યુરી સભ્યોમાંની એક છે. આ જ્યુરીમાં પ્રમુખ તરીકે વિન્સેન્ટ લિન્ડનનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના સ્પર્ધાના સભ્યોમાં રેબેકા હોલ, અસગર ફરહાદી, ટ્રિંકા, લાડજ લી, નૂમી રેપેસ, જેફ નિકોલ્સ અને જોઆચિમ ટ્રિયરનો સમાવેશ થાય છે.

આ પોસ્ટમાં આગળ કૅપ્શન હતું કે, ”દીપિકા પાદુકોણ, તેના દેશમાં એક વિશાળ સ્ટાર છે. અભિનેતા, નિર્માતા, ફિલાન્થ્રોપિસ્ટ અને એક ઉદ્યોગસાહસિક છે. તેણીની પાસે 30થી વધુ ફીચર ફિલ્મો સાથે ક્રેડિટ અને તેણીએ વિન ડીઝલ સાથે સહ-અભિનેતા તરીકે ‘xXx: ધ રીટર્ન ઓફ ઝેન્ડર કેજ’માં મહિલા લીડ તરીકે તેણીની અંગ્રેજી ભાષાની ફિલ્મની શરૂઆત કરી હતી. દીપિકા, ‘છપાક’ અને ’83’ જેવી ફિલ્મો સાથે પ્રોડક્શન કંપની ‘કા પ્રોડક્શન’ની પ્રિન્સિપાલ પણ છે, જેમાં તેણીએ પ્રોડ્યુસિંગ સિવાય અભિનય પણ કર્યો હતો.”

”2015માં તેણીએ ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન’ની સ્થાપના પણ કરી છે, જેના કાર્યક્રમો અને પહેલોનો ઉદ્દેશ છે : માનસિક બીમારી અને માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ કેળવવી. 2018માં અને 2022માં ટાઈમ મેગેઝિને તેણીને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું છે.” અમે તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 આજે સાંજથી શરૂ થશે અને આગામી તા. 28 મે સુધી ચાલુ રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">