Vidyut Jammwal : શર્ટ વિના કલાકો સુધી બરફમાં રહ્યો વિદ્યુત જામવાલ, વીડિયો જોઈને થઈ જશો હેરાન

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલના (Vidyut Jammwal) ખતરનાક સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Vidyut Jammwal : શર્ટ વિના કલાકો સુધી બરફમાં રહ્યો વિદ્યુત જામવાલ, વીડિયો જોઈને થઈ જશો હેરાન
Vidyut Jammwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 7:01 PM

બોલિવૂડના માર્શલ આર્ટ કિંગ વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) અવારનવાર હેડલાઈનમાં રહે છે. હાલમાં જ વિદ્યુત જામવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદ્યુત જામવાલ શર્ટ વગર બરફમાં દટાયેલો જોવા મળી રહ્યો છે. વિદ્યુત જામવાલનો આ વીડિયો જોઈને દરેક વ્યક્તિ હેરાન થઈ જાય છે. આખરે શું કારણ હતું કે વિદ્યુતને આવું ખતરનાક કારનામું કરવું પડ્યું. બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલના ખતરનાક સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

વિદ્યુત જામવાલે કર્યો ખતરનાક સ્ટંટ

વિદ્યુત જામવાલનું નામ વિશ્વના ટોપ માર્શલ આર્ટિસ્ટમાં સામેલ છે. વિદ્યુત જામવાલ ઘણીવાર માર્શલ આર્ટ સાથે જોડાયેલા વીડિયો ઇન્ટરનેટ પર શેર કરતો રહે છે. હાલમાં જ માનવ મંગલાનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં વિદ્યુત જામવાલ શર્ટ વગર બરફમાં દટાયેલો જોવા મળે છે. વિદ્યુત જામવાલનો આ વીડિયો તેની માર્શલ આર્ટ કળા છે. આ માટે વિદ્યુત જામવાલે પોતાના શરીરને 3 કલાક માટે બરફને સોંપી દીધું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્થિર મુદ્રામાં વિદ્યુત જામવાલ આ માર્શલ આર્ટ કળા ખૂબ જ ધ્યાન સાથે કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિદ્યુત જામવાલનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ટૂંક સમયમાં મોટા પડદા પર ધમાલ મચાવશે વિદ્યુત જામવાલ

સોશિયલ મીડિયા પર ધમાકેદાર સ્ટંટ વીડિયો દ્વારા હેડલાઇન્સમાં રહેનાર વિદ્યુત જામવાલ બહુ જ જલ્દી મોટા પડદા પર ધમાલ મચાવતો જોવા મળશે. વિદ્યુત જામવાલની અપકમિંગ ફિલ્મ ખુદા હાફિઝ ચેપ્ટર 2 8 જુલાઈના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખુદા હાફિઝ ચેપ્ટર 2 અગાઉ 17 જૂને થિયેટરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ બાદમાં ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ ગઈ હતી. હવે આ ફિલ્મ 8 જુલાઈ, 2022ના રોજ થિયેટરોમાં આવશે. આ એક્શન થ્રિલર ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થયેલી ‘ખુદા હાફિઝ’ની સિક્વલ છે. આ ટ્રેલરની એક ઝલક જોતા લાગે છે કે વિદ્યુત એક નવા અવતારમાં છે, જે દર્શકોને આશ્ચર્યચકિત કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">