Video: Taimur Ali Khan એ મીડિયાને જોઈને કરી આ કમેન્ટ, વીડિયોમાં જુઓ છોટે નવાબનો નવો અંદાજ

સૈફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન હવે મોટો થઈ ગયો છે. જ્યાં હવે તે તેના પિતા સાથે ચાલવા જાય છે. જ્યાં આજે તૈમૂરને તેના ઘરની બહાર જોવામાં આવ્યો હતો, જુઓ સ્ટારકીડનો વીડિયો

Video: Taimur Ali Khan એ મીડિયાને જોઈને કરી આ કમેન્ટ, વીડિયોમાં જુઓ છોટે નવાબનો નવો અંદાજ
Taimur Ali Khan

બોલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સ હંમેશા ચર્ચામાં રહે છે. જ્યાં તેમને ખૂબ સ્પોટ પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) નો મોટો દીકરો તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) મુંબઈમાં તેમના ઘરની બહાર દેખાયો હતો. તૈમૂર અહીં તેના પિતા સૈફ અલી ખાન સાથે જોવા મળ્યો હતો. જ્યાં અભિનેતાની સ્ટાઈલ પણ ખૂબ જ જોરદાર લાગી હતી.

નાનો તૈમૂર હવે મોટો થઈ ગયો છે, જેના કારણે તે હવે પુરી રીતે મીડિયા સાથે પણ વાત કરે છે. જ્યાં આજે મીડિયાને જોઈને તેણે બધાને કહ્યું, ”Can I Go”, આજે તૈમૂર તેમના પિતા સાથે ફરવા નીકળ્યો હતો. ચાલો તમને જણાવી દઈએ કે, આ ટ્રિપ પહેલા કરીના કપૂર ખાને તેમના દીકરાની દિનચર્યાના નાસ્તાનો મેનુ શેર કર્યો છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે તેમના ઘરના નાના નવાબ દરરોજ સવારે નાસ્તમાં કેવો બ્રેકફાસ્ટ કરે છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


કરીના કપૂર ખાને આ પોસ્ટમાં જે તસ્વીર શેર કરી છે. તેમાં પપૈયા, કેળા અને સફરજન કાપેલા છે. ફોટા સાથે કરીનાએ લખ્યું – મારા ટિમની પ્લેટ હંમેશા ફુલ હોય છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે, કરીના કપૂર શરુઆતથી જ ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. જેના કારણે તે પોતાના દીકરાની ફિટનેસ પર પણ હંમેશા નજર રાખે છે. તૈમૂર આ દિવસોમાં ઘરે રહીને ઓનલાઇન ક્લાસથી પોતાનો અભ્યાસ કરી રહ્યો છે.

 

ફેબ્રુઆરી મહિનામાં કરીના કપૂર ખાને તેમના બીજા પુત્ર જેહને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના નવા પુસ્તકમાં પોતાના દીકરાની તસ્વીર શેર કરી છે. અભિનેત્રીના આ પુસ્તકનું નામ પ્રેગ્નન્સી બાઇબલ છે. જ્યાં આ પુસ્તક ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવશે. અભિનેત્રીના પુસ્તકના નામ અંગે અનેક વિવાદો થયા છે. જેના કારણે આ પુસ્તકનું નામ પણ બદલી શકાય છે. કરીના કપૂર ખાન આ દિવસોમાં આરામ કરી રહી છે. જ્યાં સૈફ અલી ખાન (Saif Ali Khan) ની ફિલ્મ ભૂત પોલીસ (Bhoot Police) 17 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહી છે. જોવાનું એ છે કે આ ફિલ્મમાં સૈફ અલી ખાનનો જાદુ કામ કરે છે કે નહીં.

Click on your DTH Provider to Add TV9 Gujarati