Video : Rajinikanth મેડિકલ ચેકઅપ માટે અમેરિકા રવાના, શું બગડી ગઈ છે સુપરસ્ટારની તબિયત ?

અભિનેતા રજનીકાંતની તાજી તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે અભિનેતા ખૂબ જ જોરદાર એન્ટ્રી લેતા જોવા મળે છે.

Video : Rajinikanth મેડિકલ ચેકઅપ માટે અમેરિકા રવાના, શું બગડી ગઈ છે સુપરસ્ટારની તબિયત ?
Rajinikanth
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 19, 2021 | 7:52 PM

સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) વિશે અહેવાલ સામે આવ્યા હતા કે તે ખૂબ જ જલ્દી અમેરિકા જઈને તેમનું ચેકઅપ કરાવશે. જ્યાં ગત સાંજે અભિનેતાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તે અમેરિકા જવા રવાના થયા છે. આપને જણાવી દઈએ કે, આ સમયે રજનીકાંતના જમાઈ ધનુષ (Dhanush) પણ અત્યારે અમેરિકામાં જ છે. જ્યાં તે તેમની હોલીવુડ ફિલ્મ ગ્રે મેન માટે શૂટિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રજનીકાંત ત્યાં જઈને તેમને પણ મળવાનાં છે.

અભિનેતા રજનીકાંતની તાજી તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે અભિનેતા ખૂબ જ જોરદાર એન્ટ્રી લેતા જોવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી રજનીકાંતની તબિયત સારી નથી. જેના કારણે અભિનેતાએ વિદેશ જઈને પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવાનું વિચાર્યું છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

થોડા મહિના પહેલા અભિનેતા તેમની ફિલ્મ ‘અન્નાત્થે’ના શૂટિંગ દરમિયાન કોરોના ઇન્ફેક્શનનો શિકાર બન્યા હતા. જે બાદ તેમને તેમની તબિયતમાં થોડી સમસ્યા અનુભવાઈ રહી હતી, જેના કારણે હવે તે વિદેશ જઈને પોતાનું ચેકઅપ કરાવશે.

જુઓ અભિનેતાનો આ વીડિયો

https://twitter.com/RajiniFollowers/status/1406108052202262534

રજનીકાંત આપણને તેમની આગામી ફિલ્મ ‘અન્નાત્થે’ માં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન સિરુથાઈ શિવ કરી રહ્યા છે, જ્યારે આ ફિલ્મમાં આપણને એક દમદાર સ્ટારકાસ્ટ પણ જોવા મળશે, જેમાં નયનતારા, ખુશબુ, મીના અને કીર્તિ સુરેશ સામેલ છે. આ સાથે, આ ફિલ્મમાં આપણને પ્રકાશ રાજ, સુરી પણ જોવા મળશે, જે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

અગાઉ રજનીકાંત આપણને તેમની ફિલ્મ દરબારમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં, તેમણે એક કોપની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું નિર્દેશન એ.આર.મૂરુગાદોસે કર્યું હતું. રજનીકાંતની ફિલ્મોનો સાઉથમાં ઘણો ક્રેઝ છે, જેના કારણે અભિનેતા સતત આ ઉંમરે પણ ફિલ્મોમાં અવિરત કામ કરે છે. રજનીકાંતની ફિલ્મની સફર ઘણી ખાસ રહી છે. જ્યાં તેમણે બસ કંડક્ટરથી લઈને સુપરસ્ટાર સુધીની યાત્રા એકલા કરી છે. આને કારણે આજે તેમના નામનો ડંકો સાઉથથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સુધી વાગે છે.

આ પણ વાંચો :- The Undertaker એ આપી Akshay Kumar ને રિયલ રિમેચની ચેલેન્જ, અભિનેતાએ કહ્યું ‘મને મારો વીમો તપાસવા દો’

આ પણ વાંચો :- Taarak Mehta… ફેમ Munmun Dutta ના બોયફ્રેન્ડે કરી હતી મારપીટ, પુરુષોથી થઈ ગઈ હતી નફરત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">