Vicky Kaushal એ ‘સરદાર ઉધમ’ની સફળતા પર કર્યાં સંઘર્ષના દિવસોને યાદ, કહ્યું- 1000 વખત થયો રિઝેક્ટ

અભિનેતા વિક્કી કૌશલ 'સરદાર ઉધમ'ની સફળતાથી ખૂબ જ ખુશ છે. અભિનેતા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે, તેઓ તેમના ચાહકોનું મનોરંજન કરવાની તક ગુમાવતા નથી. તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેતાએ તેમના સંઘર્ષના દિવસો વિશે જણાવ્યું.

Vicky Kaushal એ 'સરદાર ઉધમ'ની સફળતા પર કર્યાં સંઘર્ષના દિવસોને યાદ, કહ્યું- 1000 વખત થયો રિઝેક્ટ
Vicky Kaushal

બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal) ને કોઈ ઓળખની જરુર નથી. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ દિવસોમાં અભિનેતા તેમની ફિલ્મ ‘સરદાર ઉધમ’ (Sardar Udham)ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમની અભિનય કુશળતાના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મને દર્શકો તેમજ વિવેચકો તરફથી પ્રશંસા મળી છે.

પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરતા વિક્કીએ કહ્યું કે, તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 2009 થી કરી હતી. તે સમયે માત્ર તે જાણતા હતા કે અભિનય કરવાનો છે, પરંતુ કેવી રીતે કરવાનો છે તે વિશે તેમને કંઈ ખબર નહોતી. આ માટે તેમને પ્રથમ અભિનય શાળામાં દાખલ થયા જેથી તેમને ખાતરી થઈ કે તેમણે આ જ કરવાનું છે.

આ પછી, તેમણે અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં એડિશનલ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, જે પોતે એક અભિનય શાળા છે. ત્યાં તેમણે ફિલ્મ નિર્માણની મૂળભૂત બાબતો શીખી અને સેટ પર જુદા જુદા કલાકારો સાથે વાત કરતા. આ પછી તેમણે 3 થી 4 વર્ષ સુધી થિયેટરમાં અભિનય કર્યો.

ઓડિશનમાં ખબર પડે છે કે કેટલા પાણીમાં છીએ

તેમણે કહ્યું કે અભિનય સાથે, બેક સ્ટેજ અને પ્રોડક્શનમાં પણ કામ કર્યું અને સાથે સાથે ફિલ્મો માટે ઓડિશન પણ દેવાનું શરૂ કર્યું હતું. જ્યારે તમે ઓડિશન આપો ત્યારે તમને ખબર પડે કે તમે કેટલા પાણીમાં છો. કારણ કે તમારી સ્પર્ધા હજારો લોકો સાથે છે જે સમાન નોકરી ઇચ્છે છે. દરરોજ સવારે ઉઠીને હજારોની વચ્ચે ઉભું રહેવું. જ્યાં તમારા જેવા ઘણા પ્રતિભાશાળી લોકો છે. રાતે સૂતા પહેલા પોતાને કેવી રીતે બહેતર કરી શકો છો તેનાં વિશે પણ વિચારવાનું.

વિક્કીએ સફળતાનો શ્રેય આ લોકોને આપ્યો

તેમણે કહ્યું કે લોકોને લાગે છે કે આ સરળતાથી થઈ ગયું. એવું નથી, જો મેં 10 ઓડિશન ક્રેક કર્યા હોય તો મને 1000 ઓડિશનમાં રિજેક્ટ કરવામાં આવ્યો છે. દરેક વસ્તુ તમને કંઈક શીખવે છે અને તેની પોતાની મજા છે. કૌશલ પોતાને નસીબદાર માને છે કે તેને પોતાની કારકિર્દીમાં આગળ વધવાની તક મળી. અભિનેતા એ લોકોને શ્રેય આપે છે જેમણે તેમનામાં વિશ્વાસ બતાવ્યો અને તેમને તેમના કામને દર્શાવવાની તક આપી.

વિક્કીએ કહ્યું કે જ્યારે લોકો તેમને નકારે ત્યારે દુ:ખી થતા હતા, પરંતુ તે જાણતા હતા કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. અભિનેતાએ કહ્યું, મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મને ખબર હતી કે મારી પાસે કોઈ સુરક્ષા નથી અને જો હું અહીંથી પડીશ તો હું સીધો જમીન પર છું કારણ કે મારી પાસે કંઈ નથી. તેમણે ઉમેર્યું, જ્યારે તમારી પાસે પ્લાન બી ન હોય, ત્યારે તમને તાકાત મળે છે અને ક્યારેક તમને સંતોષ થાય છે કે ચાલો આ નથી, તો આ યોગ્ય છે. આ સ્થિતિમાં જો તમે તમારું 100 ટકા આપો છો, તો પછી તેનાથી વધુ આપવાનો પ્રયાસ કરો છો.

 

આ પણ વાંચો:- જુગ જુગ જીઓના સેટ પર કિયારાની ફિલ્મ શેરશાહના ગીતોનાં દિવાના થયા વરુણ ધવન, શેર કરી પોસ્ટ

આ પણ વાંચો:- The Big Picture: ગુલાબી ઓઢણી પહેરીને શહેરની છોકરી બન્યા રણવીર સિંહ, સ્પર્ધકને આપી ડેટિંગ ટિપ્સ – જુઓ Photos

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati