એક્ટિંગ સ્કૂલનો વિકી કૌશલનો વીડિયો થયો વાયરલ, એક્ટરનો લુક જોઈને ફેન્સ થયા દિવાના
વિકી કૌશવનો એક્ટિંગ સ્કૂલનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જૂના વીડિયોમાં વિકી કૌશલનો ઓળખવો મુશ્કેલ છે. વિકી કૌશલ હાલમાં તેની ફિલ્મ 'સૈમ બહાદુર'ને લઈને ચર્ચામાં છે. આ જૂના વીડિયોમાં વિકીનું ટેલેન્ટ સ્પષ્ટપણે જોવા મળે છે અને ફેન્સ તેના ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે.

વિકી કૌશલ તેના એક્ટિંગ કરિયરમાં લાંબો રસ્તો કાપ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર વિકી કૌશલનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે એક્ટિંગ સ્કૂલનો છે. આ વીડિયોમાં વિકી કૌશલને ઓળખવો મુશ્કેલ છે. ‘સૈમ બહાદુર’ એક્ટર જેને મેઘના ગુલઝારના નિર્દેશનમાં શાનદાર કામ કરીને તેનું ટેલેન્ટ સાબિત કર્યું છે. તેની એક્ટિંગ સ્કૂલના એક જૂનો વીડિયોમાં વિકીનું ટેલેન્ટ સ્પષ્ટપણે જોવા મળે છે અને ફેન્સ તેના ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે.
વિકી કૌશલનો જૂનો એક્ટિંગ વીડિયો
વિકી કૌશલે કિશોર નમિત કપૂર એક્ટિંગ એકેડમીમાંથી એક્ટિંગનો અભ્યાસ કર્યો છે. આ પછી વિકીએ અનુરાગ કશ્યપ સાથે ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું અને પછી 2015માં ‘મસાન’થી ડેબ્યૂ કર્યું. એક્ટરનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે જે એક્ટિંગ સ્કૂલનો હોવાનું કહેવાય છે. એક્ટિંગ સ્કૂલના વિકી કૌશલનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં વિકી એક ભ્રષ્ટ પોલીસ અધિકારીનો રોલ પ્લે કરતો જોવા મળે છે અને તે રોલને ખૂબ જ સારી રીતે પ્લે કરતો જોવા મળે છે. વિકી કૌશલના લુક્સ અને એક્ટિંગથી ફેન્સ ખૂબ જ ઈમ્પ્રેસ છે. આ વીડિયો પર એક્ટરના ફેન્સના અલગ-અલગ રિએક્શન જોવા મળી રહ્યા છે.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
આ ફિલ્મમાં જોવા મળશે એક્ટર
કેટરિનાના વર્કફ્રન્ટની વાત કરીયો તો, હાલમાં એક્ટ્રેસ ‘ટાઈગર 3’ માં જોવા મળી હતી. આ સિવાય તે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે વિજય સેતુપતિ સ્ટારર ‘મેરી ક્રિસમસ’ અને ફરહાન અખ્તરની ‘જી લે જરા’માં જોવા મળશે. વિકી કૌશલની વાત કરીયે તો તે હાલમાં ‘સૈમ બહાદુર’ અને ‘ડંકી’માં જોવા મળ્યો હતો. હવે તે ‘મેરે મહેબૂબ મેરે સનમ’ અને ‘છાવા’ જેવી ફિલ્મમાં જોવા મળશે.
આ પણ વાંચો: રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા રણવીર શૌરીએ માંગી માફી, જાણો શું કહ્યું
