Vicky and Katrina Wedding : વિકીની માતાએ ભાવી વહુ કેટરિના માટે કરી આ ખાસ તૈયારીઓ, જાણો અહીં

વીણા જીને કેટરિના ખૂબ જ પસંદ છે અને સંગીતના અવસર પર પુત્રવધૂ માટે ખાસ પરંપરાગત પંજાબી શૈલીમાં એક અલગ સંગીત ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Vicky and Katrina Wedding : વિકીની માતાએ ભાવી વહુ કેટરિના માટે કરી આ ખાસ તૈયારીઓ, જાણો અહીં
Vicky and Katrina Wedding

કેટરિના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલના (Vicky Kaushal) લગ્ન પહેલાની ઉજવણી શરૂ થઈ ગઈ છે. બંનેએ ગઈ કાલે સંગીત સેરેમની કરી હતી. આ સંગીત સમારોહમાં પંજાબી ગીતોની સાથે ડાન્સ નંબર પણ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે વિકી કૌશલની માતાએ તેની વહુ માટે કંઈક ખાસ કર્યું છે. રિપોર્ટ અનુસાર, વિકીની માતા વીણા કૌશલે તેની ભાવિ પુત્રવધૂ માટે એક ખાસ સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું. ચાલો તેના વિશે જાણીએ.

રિપોર્ટ અનુસાર, વિકી કૌશલના પરિવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે વીણા જીને કેટરિના ખૂબ જ પસંદ છે અને સંગીતના અવસર પર પુત્રવધૂ માટે ખાસ પરંપરાગત પંજાબી શૈલીમાં એક અલગ સંગીત ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રએ જણાવ્યું કે વીણા કૌશલ ઈચ્છે છે કે કેટરિનાનો પરિવાર પરંપરાગત પંજાબી સંગીત જુએ. તેણે જણાવ્યું કે વિકીના પરિવારની મહિલાઓએ ઢોલક વગાડ્યું અને લગ્ન જીવન અને આવનારા નવા યુગલના જીવન વિશે ગીતો ગાયાં. આ સમારોહમાં માત્ર પરિવારના સભ્યો જ સામેલ થયા હતા.

સૂત્રએ જણાવ્યું કે કેટરિનાએ પંજાબી ગીતોના ઢોલકના તાલે થોડો ડાન્સ પણ કર્યો હતો. વિકી અને કેટરિનાના સંગીત સેરેમનીમાં નેહા કક્કર, રોહન પ્રીત, ગુરદાસ માન, સાચેત અને પરમપરા, શંકર મહાદેવન સહિત ઘણા કલાકારોએ પોતાના સુરીલા અવાજનો જાદુ ફેલાવ્યો હતો. આજે વિકી અને કેટરિનાની હલ્દી સેરેમની છે અને તે પછી આફ્ટર પાર્ટી થશે. રિપોર્ટ અનુસાર વિકી અને કેટરિનાના લગ્નમાં અંબાણી પરિવાર પણ મહેમાન બની શકે છે. વિકી અને કેટના લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી છે. આ સિવાય સલમાન ખાનની બહેન અર્પિતા પણ આયુષ સાથે પહોંચી શકે છે.

કેટરિનાની મહેંદી સેરેમની કોર્ટાઈન રેસ્ટોરન્ટના કોર્ટયાર્ડમાં થઈ હતી. આ માટે યલો થીમ રાખવામાં આવી હતી. વિકી અને કેટરિનાએ મહેંદીમાં મરૂન કલરના મેચિંગ આઉટફિટ્સ પહેર્યા છે. આ દરમિયાન વિકીએ મેહરૂન કલરની શેરવાની પહેરી હતી, જ્યારે કેટરીનાએ બીન કલરનો લહેંગા પહેર્યો હતો જેમાં પિંક ફ્લોરલ ડિઝાઇન કરવામાં આવી હતી. આવતીકાલે એટલે કે 9 ડિસેમ્બરે વિકી અને કેટરિના સિક્સ સેન્સ ફોર્ટમાં સાત ફેરા લેશે. આ ડિનર અને પૂલ પાર્ટી દ્વારા અનુસરવામાં આવશે.

આ પણ વાંચો –

Gram Panchayat Election : તાપીના વ્યારાનું ચીખલવાવ ગામ ફરી સમરસ થયું, જિલ્લાનું પ્રથમ મહિલાઓ સંચાલિત સમરસ ગામ બન્યું

આ પણ વાંચો –

Maharashtra : મુખ્યપ્રધાનની આગેવાનીમાં આજે મળશે કેબિનેટ બેઠક, શું શાળાઓને ફરી લાગશે તાળા ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati