વીતેલા જમાનાની મશહુર અને દિવંગત અભિનેત્રી લીલા મિશ્રાની આજે મૃત્યુ તિથિ, ક્યારેય ઓન-સ્ક્રીન રોમાન્સ ન કર્યો, 18 વર્ષની ઉંમરથી માતાનું પાત્ર ભજવ્યું

દિવંગત અભિનેત્રી લીલા મિશ્રાના (Leela Mishra)ઘણા પાત્રો પ્રખ્યાત છે. ક્યારેક તે એક્ટર્સની માતાના રોલમાં જોવા મળી, તો ક્યારેક કોઈની લવ સ્ટોરીમાં વિલન બનીને સમસ્યાઓ ઊભી કરી.

વીતેલા જમાનાની મશહુર અને દિવંગત અભિનેત્રી લીલા મિશ્રાની આજે મૃત્યુ તિથિ, ક્યારેય ઓન-સ્ક્રીન રોમાન્સ ન કર્યો, 18 વર્ષની ઉંમરથી માતાનું પાત્ર ભજવ્યું
Leela Mishra (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 9:10 AM

Death Anniversary : શોલેની લીલા મિશ્રાએ

Death Anniversary : બોલિવૂડ (Bollywood)ની જાણીતી ફિલ્મ શોલે(Sholay)માં બસંતી(Basati)ની ‘માસી’નો રોલ કરનાર અભિનેત્રી લીલા મિશ્રાની આજે પુણ્યતિથિ છે. લીલા મિશ્રાનું 17 જાન્યુઆરી, 1988ના રોજ 80 વર્ષની વયે અવસાન થયું હતું. માત્ર 12 વર્ષની ઉંમરે, લીલા મિશ્રાના લગ્ન રામ પ્રસાદ મિશ્રા સાથે થયા હતા, જેઓ પહેલાના જમાનાની મૂંગી ફિલ્મોના કલાકાર હતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

17 વર્ષની ઉંમર સુધીમાં તેણે બે દીકરીઓને જન્મ આપ્યો હતો. તેના વિશે રસપ્રદ વાત એ છે કે, અભિનેત્રી હોવા છતાં તેણે ક્યારેય મોટા પડદા પર કોઈ હીરો સાથે રોમાન્સ નથી કર્યો. 18 વર્ષની ઉંમરથી તેણે હીરોની માતા અને કાકી જેવા પાત્રો કરવા માંડ્યા. જો કે તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે.

તેનો પ્રથમ પ્રોજેક્ટ રદ થયા પછી, લીલાને તેની પ્રથમ ફિલ્મમાં ભિખારીની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મ ખુદ કોલ્હાપુરના મહારાજાની કંપની બનાવી રહી હતી. જો કે, લીલા મિશ્રાને આ ફિલ્મ પણ મળી ન હતી, કારણ કે એક દ્રશ્યમાં લીલાએ અભિનેતાની આસપાસ હાથ મૂકીને એક રોમેન્ટિક સીન કરવાનો હતો અને લીલાએ આ સીન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

સ્ક્રીન પર રોમાન્સ કરવાની ના પાડી

સન્માન નામની બીજી ફિલ્મમાં પણ તેને આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેને અભિનેતા શાહુ મોડકની સામે મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પણ તેણે મુખ્ય અભિનેતાને ગળે લગાડવો પડ્યો હતો. જોકે, આ વખતે પણ લીલા પોતાની જીદ પર અડગ રહી અને તેણે રોમાન્સ કરવાની ના પાડી દીધી. કંપની કાયદેસર રીતે લીલાને ફિલ્મમાંથી બાકાત કરી શકતી ન હોવાથી, તેમણે મુખ્ય અભિનેતા શાહુ મોડકની માતાની ભૂમિકા ભજવવા માટે લીલાને પસંદ કરી અને 18 વર્ષની નાની ઉંમરે, તેણે ઓન-સ્ક્રીન માતાની ભૂમિકા ભજવવાનું શરુ કરી દીધું. તેની કારકિર્દીની શરૂઆત કરી.

પતિ કરતાં વધુ પગાર મેળવ્યો

લીલા મિશ્રાને મામા શિંદે નામના વ્યક્તિએ શોધી હતી જે દાદાસાહેબ ફાળકે સાથે કામ કરતા હતા. તેણે લીલાના પતિને તેમજ તેને ફિલ્મોમાં કામ કરવા માટે સમજાવ્યા. તે દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારોની ભારે અછત હતી. જે તે સમયે મળેલા પગાર પરથી સ્પષ્ટ થાય છે. તે સમયે લીલાના પતિ રામ પ્રસાદ મિશ્રાને દર મહિને 150 રૂપિયા મળતા હતા, જ્યારે લીલા મિશ્રાને 500 રૂપિયા આપવામાં આવતા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">